ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, 5 એપ્રિલ ૨૦૨૧
સોમવાર
હવે કોંગ્રેસ પાર્ટી ઠાકરે સરકાર ભડકી છે. કોંગ્રેસ નેતા જનાર્દન ચાંદુરકરે શિવસેનાના યુવરાજ આદિત્ય ઠાકરે સામે રણશિંગુ ફૂંક્યું છે.
વાત એમ છે કે મુંબઈ શહેરના વિકાસના નામે પર્યાવરણ મંત્રી આદિત્ય ઠાકરે તમામ નગરસેવકોને પૈસાની છૂટે હાથે લહાણી કરી. શિવસેના 43 નગરસેવકોને 3700 કરોડ રૂપિયા આપ્યા. આ પૈસા મુંબઈ શહેરના વિકાસ માટે ખર્ચવામાં આવશે.
કોંગ્રેસ પાર્ટીએ આ ખર્ચ પર આક્ષેપ લીધો છે. કોંગ્રેસના નેતા નો આરોપ છે કે પર્યાવરણ મંત્રી આ રીતે પોતાના પૈસા મુંબઈના વિકાસ માટે ખર્ચ ન કરી શકે. આથી આ પૈસા કઈ રીતે ખર્ચ કરવામાં આવ્યા તેમજ કયા વિભાગની મંજૂરી થી પૈસા આપવામાં આવ્યા તે સંદર્ભેની સંપૂર્ણ તપાસ કરવી જોઈએ.
પોતાના સંદેશમાં તેમણે કહ્યું કે આ સંદર્ભે તેઓ રાજ્યપાલના દરવાજા પણ ઘરે આવશે તેમજ ન્યાયિક રીતે વાતનો નીવેડો લાવશે.
આમ ઉદ્ધવ ઠાકરે સરકારને એક નવી તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે