Site icon

મહારાષ્ટ્રનું અપમાન કર્યું હોવાના દાવા સાથે વડાપ્રધાન પાસેથી આ પક્ષે કરી માફીની માગણીઃ આજે રાજ્યભરમાં કરશે વિરોધ પ્રદર્શન. જાણો વિગત,

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 9 ફેબ્રુઆરી 2022  

Join Our WhatsApp Community

બુધવાર.

સોમવારે લોકસભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના ભાષણ દરમિયાન મહારાષ્ટ્રે પૂરા દેશમાં કોરોના ફેલાવ્યો હોવાનું કહ્યું હતું. વડા પ્રધાને મહારાષ્ટ્રનું અને તેની  12 કરોડ જનતાનું અપમાન કર્યું હોવાનું કહીને રાજ્યના તમામ રાજકીય પક્ષોએ મોદીની આકરી ટીકા કરી છે. કોંગ્રેસે આજે રાજ્યભરમાં ભાજપની ઓફિસ બહાર માફીની માગણી સાથે વિરોધ પ્રદર્શન કરવાની જાહેરાત કરી છે. 

મહારાષ્ટ્ર પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ નાના પટોલેએ કહ્યું હતું કે મહારાષ્ટ્રના 12 કરોડ નાગરિકો પર ખોટા આરોપો લગાવીને મોદીએ છત્રપતિ શિવાજી મહારાજા મહારાષ્ટ્રનું અપમાન કર્યું છે.  બુધવારે  કોંગ્રેસ પાર્ટી ભાજપ કાર્યાલય સામે રાજ્યભરમાં મોદીની માફીની માગણી સાથે પ્રદર્શન કરશે.

પટોલેએ કહ્યું હતું કે મહારાષ્ટ્રના ભાજપના નેતાઓને મહારાષ્ટ્ર માટે થોડી પણ આસ્થા હોય તેમણે મોદીના નિવેદનનો વિરોધ કરવો જોઈએ અન્યથા તેઓ મહારાષ્ટ્રના ઈતિહાસમાં ગદ્દાર તરીકે નોંધાશે. 

હેં! મહારાષ્ટ્રમાં હવે રજાના દિવસે પણ સ્કૂલો ચાલુ રહેશે, આ છે કારણ… જાણો વિગત

મંગળવારની પત્રકાર પરિષદમાં નાના પટોલેએ કહ્યું હતું કે જયારથી મહારાષ્ટ્રની જનતાએ ભાજપને સત્તા પરથી હટાવ્યા છે, ત્યારથી દરરોજ મહારાષ્ટ્રને બદનામ કરવા માટે નવા નવા ષડયંત્રો રચવામાં આવી રહ્યા છે. વડા પ્રધાને તો મહારાષ્ટ્ર પ્રત્યે પોતાની દ્વેષની તમામ સીમા ઓળંગી નાખી છે. તેઓ દેશના વડાપ્રધાન ચે તે ભુલવું ના જોઈએ. તેમણે વડાપ્રધાન પદની ગરીમા ગુમાવી દીધી છે. ફકત ભાજપના પ્રચારક બની રહ્યા છે.

મહામારીના સંકટમાં મહારાષ્ટ્ર સરકારે દરેકને મદદ કરી હતી. ભૂળથી ટળવળતા પરપ્રાંતીયોને જમવાની વ્યવસ્થા કરી હતી. તેમને સુરક્ષિત રીતે તેમના ઘરે પાછા મોકલ્યા હતા. મજૂરો તકલીફમાં હતા ત્યારે તેમને મદદ કરવાને બદલે મોદી થાળી વગાડી રહ્યા હતા તેમને નાગરિકો કરતા ઉદ્યોગપતિની વધુ કાળજી છે. 

કોરોના મહામારીના સંકટ દરમિયાન નમસ્તે ટ્રમ્પ જેના કાર્યક્રમ કરીને દેશમાં કોરોના ફેલાવનારા મોદી ખરા અર્થમાં કોરોના સ્પ્રેડર હતા. મોદી જેના પર આરોપ કરે છે તે પરપ્રાંતીય મંજૂરો કોરોના વોરિયર હતા એવું પણ નાના પટોલેએ પત્રકાર પરિષદમાં કહ્યું હતું.

Local train: લોકલ ટ્રેનમાં મરાઠી ભાષાના વિવાદે લીધો યુવકનો ભોગ, પોલીસે કેસ નોંધી તપાસ શરૂ કરી.
Dr. Shaheen: ચોંકાવનારી વાત: માનવ બોમ્બ બનાવવા માટે ડો. શાહીને કરી મહિલાઓની પસંદગી, જાણો કેવું હતું આખું કાવતરું.
Amit Shah: અમિત શાહનું ‘મિશન ૨૦૨૬’: ‘ઓપરેશન સિંદૂર’નો ઉલ્લેખ કરીને ગૃહ મંત્રીએ લક્ષ્ય નક્કી કર્યું, જાણો તેમનો માસ્ટર પ્લાન.
Pune MHADA: ઘરનું સપનું થશે સાકાર: MHADAની મોટી જાહેરાત! પુણેના 4186 ઘરો માટે અરજી કરવાનો સમય વધારાયો
Exit mobile version