ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 3 નવેમ્બર, 2021
બુધવાર
પંજાબના રાજકારણમાં એકવાર ફરી પ્રશાંત કિશોરની એન્ટ્રી થઇ છે.
પંજાબ કોંગ્રેસમાં ચાલી રહેલા ઘમાસાણ વચ્ચે કોંગ્રેસે એકવાર ફરી પીકે તરફ મીટ માંડી છે.
મીડિયા સાથે વાત કરતા સીએમ સન્નીએ જણાવ્યું છે કે તેમને હાઇકમાન્ડ તરફથી પ્રશાંત કિશોર સાથે ચૂંટણી રણનીતિ શેર કરવા કહેવામાં આવ્યું છે.
આગામી સમયમાં પ્રશાંત કિશોન પંજાબ કોંગ્રેસ માટે ફરીથી ચૂંટણી રણનીતિ બનાવવા માટે તૈયાર થાય તો એક રીતે ચૂંટણી રણનીતિકાર તરીકે તેમની વાપસી થશે.
કારણ કે, અગાઉ તેમણે આ પારીમાંથી વિરામ લેવાની જાહેરાત કરી હતી.
ઉલ્લેખનીય છે કે 2017ની ચૂંટણીમાં પ્રશાંત કિશોરે કેપ્ટન અમરિન્દર સિંહ માટે ચૂંટણી રણનીતિ તૈયાર કરી પંજાબમાં કોંગ્રેસ માટે 10 વર્ષનો સત્તાનો દુકાળ ખતમ કરવામાં મુખ્ય ભૂમિકા નિભાવી હતી.