ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
25 ફેબ્રુઆરી 2021
સામાન્ય રીતે કોંગ્રેસ પાર્ટી ભારતીય જનતા પાર્ટીને ગોડસે ની વિચારધારા ની પાર્ટી કહેતી હોય છે. આવા સમયે એક ચોંકાવનારો કિસ્સો બન્યો છે. મધ્યપ્રદેશ માં અખિલ ભારતીય હિંદુ મહાસભાના નેતા બાબુલાલ ચોરસિયા કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા છે.બાબુલાલ એ જ વ્યક્તિ છે જેમણે ગોડસે ની મૂર્તિ નો દૂધથી અભિષેક કર્યો હતો. આ ઉપરાંત ગોડસેનું મંદિર બનાવવાની પણ કોશિશ કરી હતી.
વધુ ચોંકાવનારી વાત એવી છે કે તેનું કોંગ્રેસ પાર્ટી માં પ્રવેશ ભૂતપૂર્વ મુખ્યમંત્રી કમલનાથ ના હસ્તે થયો.
આમ કાયમ ભાજપની કાયમ નિંદા કરનાર કોંગ્રેસ પાર્ટી અત્યારે વિચિત્ર અવસ્થામાં મૂકાઈ ગઈ છે.
