આગામી વર્ષે પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ પક્ષમાં મોટા ફેરફારના સંકેતો મળી રહ્યા છે.
કોંગ્રેસ સૂત્રો મુજબ મધ્ય પ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી કમલનાથની કાર્યકારી અધ્યક્ષપદે તાજપોશી થઈ શકે છે.
જો કમલનાથની પ્રમુખ પદે પસંદગી થશે તો બે દાયકાથી વધુ સમય પછી પહેલીવાર કોઈ ગાંધી પરિવારથી બહારનો વ્યક્તિ આ પદ સંભાળશે.
એટલું જ નહીં આગામી કેટલાક મહિનામાં કોંગ્રેસ પક્ષ નવા અધ્યક્ષની ચૂંટણીની પ્રક્રિયા શરૂ કરી દેશે.
કોંગ્રેસમાં નવી ફેરબદલમાં ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર કોંગ્રેસમાં જોડાઈ શકે છે અને તેમને કોઈ મોટી જવાબદારી સોંપવામાં આવે તેવી સંભાવના છે.
