ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ 27 ડિસેમ્બર 2021
સોમવાર
અવારનવાર પોતાના નિવેદનોના કારણે ચર્ચામાં રહેતા કોંગ્રેસના નેતા અને મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહ ફરી એકવાર વિવાદિત નિવેદન કરીને ચર્ચામાં આવ્યા છે. 'ગૌ' જ્ઞાન બાદ દિગ્વિજય સિંહે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નામ લઈને વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે.
પ્રાપ્ત જાણકારી મુજબ ભોપાલમાં એક કાર્યક્રમને સંબોધિત વખતે કોંગ્રેસ નેતાએ કહ્યું કે, "માત્ર 40 અને 50 વર્ષની મહિલાઓ છે તેઓ પીએમ મોદીથી વધારે પ્રભાવિત છે. જુઓ જે છોકરીઓ જીન્સ પહેરે છે અને મોબાઈલ ફોન રાખે છે તેઓ એમનાથી પ્રભાવિત નથી. આ વિષય પર થોડી વાતચીત કરવાની જરૂર છે. મોબાઈલ પર એક્ટિવ યુવતીઓ સોશિયલ મીડિયા પર પણ એક્ટિવ હોય છે, તેથી તે યુવતીઓ સાથે સંપર્ક વધારો. તેમના આ નિવેદન પરથી એ સ્પષ્ટ થઈ રહ્યું છે કે તેઓ આગામી લોકસભા ચૂંટણીમાં યુવાનોને કોંગ્રેસ તરફ આકર્ષિત કરવાના પ્રયાસો શરૂ કરી દીધા છે.
જેકી શ્રોફના જ્યોતિષી પિતાએ તેમના ભાઈના મૃત્યુ ને લઈ ને કરી હતી આ આગાહી, અભિનેતાએ કર્યો મોટો ખુલાસો
ઉલ્લેખનીય છે કે ભોપાલમાં આ નિવેદન પહેલાં તેમણે આ જ કાર્યક્રમમાં નિવેદન આપ્યું હતું કે હિન્દુત્વ વિચારક વિનાયક સાવરકરે ગૌ પૂજા નું સમર્થન કર્યુ નહોતું અને તેમણે પોતાના પુસ્તકમાં લખ્યું હતું કે ગૌમાંસ ખાવામાં કંઇ ખોટું નથી. ઉપરાંત દિગ્વિજય સિંહે દાવો કર્યો છે કે સાવરકરે તેમના પુસ્તકમાં એ પણ સ્પષ્ટ રીતે લખ્યું છે કે હિન્દુ ધર્મને હિન્દુત્વ સાથે કોઇ લેવા-દેવા નથી.