Site icon

Unseasonal rain: કમોસમી વરસાદની આગાહીને ધ્યાને લઈ ખેતી નિયામકની કચેરીનો ગુજરાતના ખેડૂતોને તકેદારીનાં પગલા લેવા અનુરોધ

Unseasonal rain : હવામાન ખાતા દ્વારા આગામી તા. ૧૬ મે, ૨૦૨૪ સુધી ગુજરાતના બનાસકાંઠા, સાંબરકાઠા, નવસારી, વલસાડ, અરવલ્લી, દાહોદ, મહિસાગર, ડાંગ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, સુરત, અમરેલી, ભાવનગર, ગીર-સોમનાથ, રાજકોટ, સુરેદ્રનગર અને બોટાદ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.

Considering the forecast of unseasonal rain, the office of the director of agriculture has requested the farmers of the Gujarat to take precautionary measures.

Considering the forecast of unseasonal rain, the office of the director of agriculture has requested the farmers of the Gujarat to take precautionary measures.

News Continuous Bureau | Mumbai

Unseasonal rain : હવામાન ખાતા દ્વારા આગામી તા. ૧૬ મે, ૨૦૨૪ સુધી ગુજરાતના ( Gujarat ) બનાસકાંઠા, સાંબરકાઠા, નવસારી, વલસાડ, અરવલ્લી, દાહોદ, મહિસાગર, ડાંગ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, સુરત, અમરેલી, ભાવનગર, ગીર-સોમનાથ, રાજકોટ, સુરેદ્રનગર અને બોટાદ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની આગાહી ( Rain Forecast ) કરવામાં આવી છે. વાદળછાયા વાતાવરણ અને વરસાદને ધ્યાને લઈને ખેડૂતો દ્વારા સ્વાભાવિક રીતે પાકના રક્ષણ માટેના કેટલાક ઉચિત પગલાં લેવામાં આવતા હોય છે, તેમ છતાં ખેતી નિયામકની કચેરી ( Directorate of Agriculture ) દ્વારા રાજ્યના ખેડૂતોને તકેદારીનાં પગલા લેવા સંદેશો આપવામાં આવ્યો છે.

Join Our WhatsApp Community

વરસાદના ( IMD forecast ) સમયે પાકરક્ષણ માટે તકેદારીના પગલાઓ અંગે ખેતી નિયામકની કચેરી દ્વારા જણાવવામાં આવ્યું છે કે, કમોસમી વરસાદમાં થતા પાક નુકશાનથી બચવા માટે ખેડૂતોએ ( farmers ) ખેત ઉત્પાદિત પાક અને ખેતરમાં કાપણી કરેલા પાક જો ખુલ્લામાં પડ્યા હોય તો, સૌપ્રથમ તેને તાત્કાલીક સલામત સ્થળે ખસેડી લેવા અથવા પ્લાસ્ટિક/તાડપત્રીથી યોગ્ય રીતે પાકને ઢાંકી દેવો હિતાવહ છે. આ ઉપરાંત ઢગલાની ફરતી બાજુ માટીનો પાળો બનાવી દેવો, જેથી વરસાદનું પાણી ઢગલાની નીચે જતું અટકી શકે.

આ સમાચાર પણ વાંચો :  Rain Forecast : ગુજરાતમાં વરસાદની આગાહીના પગલે તકેદારીના પગલાઓ લેવા અનુરોધ

વધુમાં જણાવ્યા પ્રમાણે, વરસાદના સમયે પાકમાં જંતુનાશક દવાઓ અને ખાતરનો ઉપયોગ ટાળવો જોઈએ. ખાતર અને બિયારણના વિક્રેતાઓએ પણ સાવચેતીના પગલા ધ્યાને લઇ જથ્થો પલળે નહી તે મુજબ ગોડાઉન કે બંધ જગ્યામાં સુરક્ષિત રાખવો. આ ઉપરાંત APMCમાં અનાજ અને ખેતપેદાશોને વરસાદથી સુરક્ષિત રાખવા તેમજ APMCમાં વેચાણ અર્થે આવતી પેદાશો આ દિવસો દરમિયાન ટાળવી અથવા સુરક્ષિત રાખવી. આમ, APMCમાં વેપારી અને ખેડૂત મિત્રોએ કાળજી રાખી આગોતરા સાવચતીના પગલા લેવા ખેતી નિયામકની કચેરીએ અનુરોધ કર્યો છે.. 

આ અંગે વધુ જાણકારી માટે આપના વિસ્તારના ગ્રામસેવક/વિસ્તરણ અધિકારી/તાલુકા અમલીકરણ અધિકારી/મદદનીશ ખેતી નિયામક(તા.મુ.), જિલ્લા ખેતીવાડી અધિકારી, નાયબ ખેતી નિયામક(તાલીમ), KVK અથવા કિસાન કોલ સેન્ટર ટોલ ફ્રી નંબર – ૧૮૦૦૧૮૦૧૫૫૧નો સંપર્ક કરવો, તેમ વધુમાં જણાવાયું છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Ajit Pawar: અજિત પવાર નો મહિલા પોલીસ અધિકારીને ફોન પર ઠપકો આપતા નો વીડિયો થયો વાયરલ, NCPના નેતાઓએ આ રીતે કર્યો દાદા નો બચાવ
Security: સુરક્ષા માટે દક્ષિણ મુંબઈના હાઇ-સિક્યોરિટી ઝોનમાં વિરોધ પર નિયંત્રણની માંગ, Milind Deora દ્વારા CM ને પત્ર
Maratha Reservation: જરાંગેના આંદોલન થી ઓબીસી સમાજ અને મરાઠા નથી સંતુષ્ટ! જાણો શું થશે ભાજપ પર તેની અસર
Maharashtra: મહારાષ્ટ્ર માં હવે પ્રાઇવેટ સેક્ટરમાં હવે આટલા કલાકની ડ્યુટી, કેબિનેટે સુધારાને આપી મંજૂરી,જાણો ઓવરટાઇમમાં શું થયા ફેરફાર
Exit mobile version