ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
04 ઓગસ્ટ 2020
આજે સવારે 6 વાગ્યાની આસપાસ રેતીબંદર વિસ્તાર ની ખાડીમાં, 60 થી 70 ફુટ ઊંચા પુલ પરથી એક કન્ટેનર નીચે પડયુ હતું. ડ્રાઈવરને કાશેલી પુલ નજીક ઝોકું આવી જતા આ અકસ્માત સર્જાયો હતો. ડ્રાઇવરે સ્ટીયરીંગ પરનો કાબૂ ગુમાવતાં કન્ટેનર ખૂબ ઉંચાઇયેથી પાણીમાં ખાબકી હતી. સદનસીબે, વાહન ચાલક બચી ગયો પરંતુ તેનો જમણો હાથ તૂટી ગયો હતો.
ન્હાવાસેવા થી ભિવંડી તરફ આવતું આ કન્ટેનર ખારીગાંવ રેતી બંદર ખાડીના પુલની દિવાલ તોડીને કન્ટેનર 60 ફૂટ નીચે ખાડામાં પડી ગયું હતું. બાદમાં તેને કાશીલી પુલ નજીક ખારીગાંવ ટોલ પ્લાઝા ની ખાડીમાં જોવા મળ્યું હતું. આ ઘટનાની જાણ થતા જ થાણે મ્યુનિસિપલ કોર્પોરેશનની, ડિઝાસ્ટર કન્ટ્રોલ ટીમ બોટની મદદથી પાણીના કન્ટેનરની જગ્યા પર પહોંચી હતી. ડ્રાઇવરને બહાર કાઢી સારવાર માટે માજીવાડાની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com