ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
ઉત્તરાખંડ
2 જુલાઈ 2020
ઉત્તરાખંડ ચારધામ દેવસ્થાનમ્ પ્રબંધન બોર્ડ દ્વારા રાજ્યના સ્થાનિક રહેવાસીઓ માટે મંદિરના કપાટ ખોલી દેવામાં આવ્યા છે. જે કોરનાના લોકડાઉન દરમિયાન બંધ કરી દેવામાં આવ્યા હતા. પરંતુ, ફેલાયેલા રોગચાળાના ડર થી હજુ પણ લોકો ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. ચારધામ યાત્રા શરૂ થયાના પ્રથમ દિવસે માત્ર 422 લોકોએ જ મંદિર બોર્ડની વેબસાઇટ www.badrinath-kedarnath.gov.in પર જઇ ઈ.પાસ બુક કરાવ્યા હોવાનું જાણવા મળ્યું છે. જેમાં બદ્રીનાથ માટે 154, કેદારનાથ માટે 165, ગંગોત્રી માટે 55 અને યમનોત્રી માટે 47 શ્રદ્ધાળુઓએ બુકીંગ કરાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે સામ સામે મળવાનો સંપર્ક બને એટલો ટાળવાના હેતુસર સરકાર અને મંદિર પ્રશાસને ભક્તોને દર્શન માટે આવતા પહેલા ઈ પાસ મેળવી લેવાની વિનંતી કરી છે. કારણ કે જેમની પાસે ઈ પાસ હશે તેમને જ ચારધામ યાત્રાની મંજૂરી મળશે..
મંદિરના મુખ્ય કાર્યકારી અધિકારીના જણાવ્યા મુજબ બદ્રીનાથ અને કેદારનાથ મંદિરમાં થર્મલ સ્ક્રીનીંગ, માસ્ક, સેનિતાઈઝર જેવા તમામ જરૂરી પગલાં લેવામાં આવ્યા છે, તેમ જ તમામ મેડિકલ ગાઈડલાઈનનું પાલન થઈ રહ્યું છે.. ત્યારે મંદિરની અંદર જતા પહેલા આવતાં ઘંટ ને પણ કાપડથી ઢાંકી દેવામાં આવ્યો છે. આચમન કે પ્રસાદની વ્યવસ્થા પણ કરવામાં આવી નથી, સાથે જ મૂર્તિને અડી શકાશે નહીં, માત્ર દૂરથી દર્શન કરવાના રહેશે. આમ એવી તમામ બાબતોનું ધ્યાન રાખવામાં આવ્યું છે જેથી કરીને કોઇ મનુષ્ય કોઈના સીધા સંપર્કમાં ન આવે….
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com