ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
13 ઓગસ્ટ 2020
એક પોલીસ કોન્સ્ટેબલ પોતે માસ્ક ન પહેર્યું હોવા છતાં આવતાં જતાં રાહદારીઓને માસ્ક ન પહેરવાં બાદલ દંડ કરી રહ્યો હતો. આ વાત જ્યારે એના ઉપરી અધિકાર સુધી પહોંચી ત્યારે સ્વમ કોન્સ્ટેબલે દંડ ભરવો પડ્યો હતો.
આ ઘટના ઉત્તરપ્રદેશ ના બાંડી પોલીસ સ્ટેશનની છે. ફરજ પર હાજર એસએચઓ ત્યાંથી પસાર થતા ગામલોકો, સાયકલ સવારો અને રાહદારીઓને ચલણો આપી રહ્યા હતા અને માસ્ક પહેરવાની સલાહ આપી રહ્યા હતા.. આ અંગે કેટલાક ગ્રામજનોએ દાવો કર્યો હતો કે તેમના ચહેરાને તેમને ગમછાથી કવર કરેલું હોવાં છતાં પણ દંડ કરવામાં આવ્યો હતો. આ જ સમય દરમિયાન પોલીસ અધિક્ષક ને જાણ થઈ કે એસ.એચ.ઓ. માસ્ક ન પહેરવા બદલ ચલણો ઇશ્યૂ કરી રહ્યા છે, જ્યારે એક ફોટોગ્રાફમાં તે પોતે માસ્ક વગર દેખાતાં હતાં.. ઉપરી અધિકારીએ તરત જ કોન્સ્ટેબલ પાસેથી 500 રૂપિયાનો દંડ વસુલ્યો હતો.
આ ઘટના અંગે ઉપરી અધિકારી એ કહ્યું કે “ફેસ માસ્ક પહેરવાથી વ્યક્તિ, તેના પરિવારના સભ્યો અને લોકોને (રોગથી) રક્ષણ મળે છે. જો અમારા અધિકારીઓ જ આ મૂળભૂત મુદ્દાઓનું પાલન કરતા નથી, તો આપણે સમાજને શું સંદેશ આપીશું?" “આ ચલણ દ્વારા અમે જિલ્લાના તમામ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને સંદેશ આપવાનો પ્રયત્ન કર્યો છે કે તેઓ લોકોથી ઉપર નથી. જો આપણે કોઈ ભૂલ કરીશું, તો આપણે પણ તે જ કાયદાની કક્ષામાં આવવું જોઈએ” એમ તેમણે ઉમેર્યું હતું…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com