ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 2 ઓગસ્ટ, 2021
સોમવાર
ગત એક સપ્તાહથી મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે પુરગ્રસ્ત વિસ્તારની મુલાકાત કરી રહ્યા છે. આ કાર્યક્રમ પ્રમાણે સોમવારના દિવસે મુખ્યમંત્રી સાંગલી પહોંચ્યા હતા. અહીં શિવસેના અને ભાજપ ના કાર્યકર્તા સામસામે આવી ગયા જે ને કારણે તણાવનું વાતાવરણ નિર્માણ થયું અને મુખ્યમંત્રીએ પોતાનો કાર્યક્રમ આટોપી લીધો.
વાત એમ છે કે મુખ્યમંત્રી હરભટ બજાર ખાતે વેપારીઓની વાત સાંભળી રહ્યા હતા. બરાબર આ સમયે ભાજપના કાર્યકર્તાઓ પહોંચ્યા અને તેમણે વેપારીઓની બાજુ ઉગ્ર રીતે રજૂ કરી. દરમિયાન અમુક કાર્યકર્તા ઓ એ નારેબાજી શરૂ કરી અને અમુક જમીન ઉપર બેસી ગયા. બરાબર આ સમયે શિવસૈનિકો પણ જુસ્સામાં આવી ગયા. પરિસ્થિતિ તંગ બની એટલે મુખ્યમંત્રીએ સીધો યુ ટર્ન લીધો અને કાફલામાં બેસીને રવાના થઇ ગયા. આમ મુખ્યમંત્રી જે પણ પૂરગ્રસ્ત વિસ્તારમાં જઈ રહ્યા છે ત્યાં તેમને કડવા અનુભવ થઇ રહ્યા છે.