Site icon News Continuous Bureau | Mumbai

સાંગલી માં મુખ્યમંત્રી ની સામે શિવસેના અને ભાજપ ના કાર્યકર્તા વચ્ચે હંગામો. મુખ્યમંત્રી પરત આવ્યા. જાણો વિગત.

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 2 ઓગસ્ટ, 2021

Join Our WhatsApp Channel

સોમવાર

ગત એક સપ્તાહથી મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે પુરગ્રસ્ત વિસ્તારની મુલાકાત કરી રહ્યા છે. આ કાર્યક્રમ પ્રમાણે સોમવારના દિવસે મુખ્યમંત્રી સાંગલી પહોંચ્યા હતા. અહીં શિવસેના અને ભાજપ ના કાર્યકર્તા સામસામે આવી ગયા જે ને કારણે તણાવનું વાતાવરણ નિર્માણ થયું અને મુખ્યમંત્રીએ પોતાનો કાર્યક્રમ આટોપી લીધો.

મહારાષ્ટ્રમાં કોરોનાનું સંકટ યથાવત, રાજ્યમાં ફરી સક્રિય કેસમાં થયો નોંધપાત્ર વધારો ; જાણો છેલ્લા 24 કલાકમાં આવ્યા આટલા નવા કેસ

વાત એમ છે કે મુખ્યમંત્રી હરભટ બજાર ખાતે વેપારીઓની વાત સાંભળી રહ્યા હતા. બરાબર આ સમયે ભાજપના કાર્યકર્તાઓ પહોંચ્યા અને તેમણે વેપારીઓની બાજુ ઉગ્ર રીતે રજૂ કરી. દરમિયાન અમુક કાર્યકર્તા ઓ એ નારેબાજી શરૂ કરી અને અમુક જમીન ઉપર બેસી ગયા. બરાબર આ સમયે શિવસૈનિકો પણ જુસ્સામાં આવી ગયા. પરિસ્થિતિ તંગ બની એટલે મુખ્યમંત્રીએ સીધો યુ ટર્ન લીધો અને કાફલામાં બેસીને રવાના થઇ ગયા. આમ મુખ્યમંત્રી જે પણ પૂરગ્રસ્ત વિસ્તારમાં જઈ રહ્યા છે ત્યાં તેમને કડવા અનુભવ થઇ રહ્યા છે.

Barda Wildlife Sanctuary Lions ૧૪૪ વર્ષ પહેલાં લુપ્ત થયા હતા સિંહ, હવે બરડા અભયારણ્ય બન્યું ૧૭ એશિયાટીક સિંહોનું કાયમી ઘર
Bharuch Jama Masjid Controversy મસ્જિદ કે પ્રાચીન જૈન તીર્થ? ભરૂચમાં ભોંયરાની પ્રતિમાઓ બાદ નવો વિવાદ તંત્રે ૭ સદી બાદ લીધો આકરો નિર્ણય…
Gujarat Desertification Crisis ગુજરાત ધીમે ધીમે રણ બની રહ્યું છે? ૧ કરોડ હેક્ટરથી વધુ જમીન બંજર દેશના ટોપ૩ રાજ્યોમાં સામેલ!
Sibling Reunion After 24 Years હાથ પરનું ટેટૂ અને ૨૦૦૨ની મતદાર યાદી બની નિમિત્ત, ૨૪ વર્ષ બાદ વિખૂટી પડેલી બહેનનું પરિવાર સાથે પુનઃ મિલન
Exit mobile version