ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો,
મુંબઈ, ૪ એપ્રિલ 2021
રવિવાર
મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં કોરોના ના કેસ માં ઉછાળો આવ્યો છે. તાજા જાહેર થયેલા આંકડા મુજબ મુંબઇ શહેરમાં એક દિવસમાં ૧૧,૧૬૩ કેસ નોંધાયા છે જ્યારે કે મહારાષ્ટ્રમાં ૫૭,૦૦૦ થી વધુ કેસ નોંધાયા છે.
આ આંકડો આખા દેશમાં નોંધાયેલા કોરોના ના આંકડા નો ૫૦ ટકા હિસ્સો છે. એટલે કે મહારાષ્ટ્ર આખા વિશ્વમાં કોરોના સંદર્ભે ટોપ ટેન લીસ્ટમાં આવી ગયું છે. પરિણામ સ્વરૂપ મહારાષ્ટ્ર સરકાર પાસે હવે lockdown સિવાય બીજો કોઈ રસ્તો બચતો નથી.
