ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
13 જુલાઈ 2020
મુંબઈના હોટસ્પોટ ગણાતી અને એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટી ધારાવીમાં કોરોના હવે નિયંત્રણ હેઠળ છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એ ધારાવી પેટર્નની પ્રશંસા કરી છે, પરંતુ હવે આનો જશ લેવા માટે ભાજપ અને રાજ્યની ગઠબંધનની સેના સરકાર વચ્ચે હુંસાતુંસી શરૂ થઈ ગઈ છે. ભાજપના એક ધારાસભ્યએ એક ટ્વિટમાં જણાવ્યું હતું કે 'રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) અને અન્ય સ્વૈચ્છિક સંસ્થાઓએ રાત-દિવસ કામ કર્યું હતું જેના કારણે ધારાવીમાં કોરોના નિયંત્રણ મળ્યું છે, આ કાર્ય માત્ર સરકારનું નથી. આથી WHO એ આ વિશે માહિતી એકત્રિત કરવી જોઈએ. માત્ર સરકારને જશ આપવાથી RSS જેવી સંસ્થાઓ સાથેનો અન્યાય છે.
જ્યારે બીજી બાજુ શિવસેના ના પર્યાવરણ પ્રધાન આદિત્ય ઠાકરેએ કહ્યું કે, "ધારાવી માટે આ એક મોટી સિદ્ધિ છે. તેમજ રાજ્ય સરકાર, મુંબઇ પાલિકા, સ્વૈચ્છિક સંસ્થાઓ, લોકપ્રતિનિધિઓ અને મોટાભાગનાની મદદનો શ્રેય ધારવીના લોકોને જાય છે. જો આ લોકોએ સહયોગ ન આપ્યો હોત તો કોરોનાની સંખ્યા ને કાબૂમાં કરી ન શક્યાં હોત."
આ એક ટીમવર્ક છે. ધારાવી દક્ષિણ મધ્ય વિસ્તારમાં આવી છે અને અહીં સેંકડો ઝૂપડપટ્ટી આવેલી છે. જેમાં RSS ના 800 સ્વયંસેવકો રાત દિવસ ઘરે ઘરે જઈને ચકાસણી કરી રહયાં હતા, તેમજ સંક્રમિત લોકોને સામે આવી સારવાર કરાવવા સમઝાવતા હતાં..તેમજ આ લોકો પ્રશાશન અને સરકાર સાથે પણ મધ્યસ્થતા કરતાં હતાં. જેની પ્રશંસા કરી ડબ્લ્યુએચઓનાં ડાયરેક્ટર ડો. ડિગડ્રોસે ધારાવીની તુલના -વિયેતનામ, કંબોડિયા, સ્પેન અને ન્યુઝીલેન્ડ જેવા દેશો સાથે કરી છે….
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com