Site icon News Continuous Bureau | Mumbai

ધીમે ધીમે વધતો કોરોના- મહારાષ્ટ્રમાં એક જ દિવસમાં નોંધાયેલા કેસની સંખ્યા 3 હજારથી વધુ,તો મુંબઈમાં 2 હજાર નજીક- જાણો આજના ચિંતાજનક આંકડા

News Continuous Bureau | Mumbai 

માયાનગરી મુંબઈ(mumbai) સહિત મહારાષ્ટ્રમાં વૈશ્વિક મહામારી કોરોના(Covid case)ના કેસની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે, મુંબઈમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1956 નવા કેસ નોંધાયા છે. જોકે રાહતના સમાચાર એ છે કે આ સમયગાળા દરમિયાન મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં કોરોનાથી એક પણ દર્દીનું મોત થયું નથી, જ્યારે ડેથરેટ(covid death rate) 1.87 ટકા છે. મુંબઈમાં કોરોનાના એક્ટિવ કેસ(Active case)ની સંખ્યા વધીને 9,191 છે, જે ગુરુવારે 7,898 હતી. મુંબઈ શહેરમાં પ્રત્યેક 100 ટેસ્ટમાં નોંધાતા કેસ અથવા પોઝિટિવિટી રેટ(positivity rate)માં વૃદ્ધિ થઈ છે, જે લાંબા સમય પછી દસ ટકા ઉપર ગયો છે. શુક્રવારે મુંબઈમાં પોઝિટિવિટી રેટ 12.74 ટકા રહ્યો, જ્યારે ગુરુવારે 9.64 ટકા હતો. 

Join Our WhatsApp Channel

મુંબઈમાં નોંધાયેલા કુલ કેસ (1956) પૈકી 1,873 એસિમ્પટોમેટિક છે, જ્યારે 83 દર્દીને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા કુલ દર્દીમાંથી ત્રણ દર્દીને ઓક્સિજન સપોર્ટ(Oxygen support) પર રાખ્યા છે. આ દરમિયાન કોરોનાથી 763 દર્દી સાજા થવાથી કુલ રિકવર કેસ(recovery case)ની સંખ્યા 10,48,438 છે.

આ સમાચાર પણ વાંચો : મલાડ ખાતે બસમાં એન્ટ્રી ન મળતા યુવકે બેસ્ટની બસના કાચ તોડી નાખ્યા- જુઓ વિડિયો

મે મહિનામાં નોંધાયેલા કુલ કેસની સંખ્યા એકલા જૂનના દસ દિવસમાં નોંધાઈ છે. પહેલીથી દસમી જૂનના સમયગાળામાં કોરોનાના કેસની સંખ્યા 11,297 છે, જ્યારે મે મહિનામાં 5,979 નોંધાયા હતા. મુંબઈમાં દસ દિવસમાં કોરોનાથી ચાર દર્દીનાં મોત થયા છે, જ્યારે મેમાં ત્રણ હતાં.  

મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કેસ(covid daily case)ની સંખ્યા વધીને 3,081 નોંધાતા કુલ કેસની સંખ્યા વધીને 79,04,709 છે, જ્યારે કોરોનાથી 1,323 દર્દી સાજા થવાથી કુલ રિકવર કેસની સંખ્યા 77,43,513 છે. હાલ રાજ્યમાં સક્રિય કેસોની સંખ્યા 13,329 છે

Thane Police Mobile Recovery ઠાણે પોલીસની સફળ કામગીરી સીઇઆઇઆર પોર્ટલની મદદથી ૧૯ લાખથી વધુ કિંમતના ૧૮૦ ગુમ થયેલા મોબાઇલ ફોન કરાયા હસ્તગત
Vibrant Gujarat 2027 Mumbai Roadshow વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૭: આજે મુંબઈના ધ તાજ મહલ પેલેસ ખાતે ભવ્ય રોડ શો, CM ભૂપેન્દ્ર પટેલ ઉદ્યોગપતિઓ સાથે કરશે બેઠક
Dombivli Police Quick Action આશા છોડી દીધી હતી ત્યાં પોલીસે કરી કમાલ ડોમ્બિવલીમાં રોકડ અને દસ્તાવેજો ભરેલું પર્સ કલાકોમાં મહિલાને પરત મળ્યું
Disha Salian Death Case દિશા સાલિયાનનું મોત આત્મહત્યા કે ષડયંત્ર? બોમ્બે હાઈકોર્ટના આદેશ બાદ હવે CBI કરશે દૂધનું દૂધ અને પાણીનું પાણી
Exit mobile version