225
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 22 ડિસેમ્બર 2021
બુધવાર.
મહારાષ્ટ્રમાં આજથી શરૂ થઈ રહેલા વિધાનસભાના શિયાળુ સત્રમાં સંકટના વાદળો ઘેરાયા છે.
પ્રાપ્ત જાણકારી મુજબ શિયાળુ સત્રની શરૂઆત પહેલા જ વિધાનસભાના દસ કર્મચારીઓ કોરોના સંક્રમિત થયા છે.
જે લોકો પોઝિટિવ આવ્યા છે તેમાંથી 8 સુરક્ષામાં તહેનાત પોલીસકર્મી અને અન્ય 2 વિધાનસભાના કર્મચારી છે.
સત્રની શરૂઆત પહેલા લગભગ 3500 લોકોનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું.
જોકે આ નમૂનાઓના જીનોમ સિક્વન્સિંગ અંગે નિર્ણય લેવાનો બાકી છે.
ઉલ્લેખનીય છે કે ગઈકાલે, મહારાષ્ટ્રમાં કોરોનાવાયરસ ચેપના 825 નવા કેસ નોંધાયા હતા, જેમાં ઓમિક્રોનના 11 કેસનો સમાવેશ થાય છે. આ સિવાય ચેપને કારણે 14 લોકોના મોત થયા છે.
કોરોનાનો નવો વેરિયન્ટએ કાળો કહેર વર્તાવવાનું શરૂ કર્યું, બ્રિટેન, અમેરિકા બાદ હવે આ દેશમાં ઓમીક્રોન પ્રથમ મોત થતાં હડકંપ, સરકાર ચિંતામાં
You Might Be Interested In