ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 6 નવેમ્બર, 2021
શનિવાર
મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારમાં કોરોના વાયરસના લક્ષણો દેખાયા છે. એક મીડિયા રિપોર્ટના દાવા મુજબ તેમના બે ડ્રાઈવર કોરોના વાયરસથી સંક્રમિત હોવાનું જાણવા મળ્યું છે. તપાસ બાદ તેમનામાં કોવિડ-19ના લક્ષણો જોવા મળ્યા છે. બે ડ્રાઈવરો ઉપરાંત બે અન્ય સ્ટાફ મેમ્બરમાં પણ કોરોનાના લક્ષણો જોવા મળ્યા છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના વડા શરદ પવારે ગુરુવારે દિવાળીના એક કાર્યક્રમમાં આ વિશે માહિતી આપી હતી.
અજિત પવારના પરિવારે બારામતીમાં દિવાળીની ઉજવણીમાં હાજરી આપી હતી. કાર્યક્રમમાં સુપ્રિયા સુલે અને ધારાસભ્ય રોહિત પવાર પણ હાજર હતા, પરંતુ અજિત પવાર આ કાર્યક્રમમાં ગેરહાજર રહ્યા હતા. જ્યારે શરદ પવારને આ વિશે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે અજિત પવારમાં કોરોનાના લક્ષણો છે, તેથી તેમને કાર્યક્રમમાં સામેલ ન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે અજીત પવારનો રિપોર્ટ આવવાનો બાકી છે.
આ પ્રસંગે શરદ પવારે મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે સરકાર દ્વારા કોરોના કેસની સંખ્યા ઘટાડવા માટે લેવામાં આવેલા પગલાંની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે મહા વિકાસ આઘાડી સરકારે કોરોનાના કેસ ઘટાડવા માટે ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લીધા છે. તેમણે એમ પણ કહ્યું કે ટૂંક સમયમાં જ સ્થિતિ સુધરશે અને અર્થવ્યવસ્થા પાટા પર આવી જશે.