ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
01 સપ્ટેમ્બર 2020
કોરોના ની સ્થિતિ દિવસેને દિવસે ખરાબ થઈ રહી છે મુંબઈમાં કોરોના ની તપાસણી વધારવામાં આવી છે. પરંતુ એટલી સંતોષજનક નથી. જુલાઈ મહિનાની તુલનામા ઓગસ્ટ મહિનામાં માત્ર 14 ટકા વધારે લોકોને તપાસવામાં આવ્યા છે. જ્યારે કે આજ તપાસણી ની સંખ્યા રાજ્યના મામલે 42 ટકા છે. એક તરફ મુંબઈ શહેરમાં કોરોનાને કારણે હાહાકાર છે. અહીં વધુને વધુ લોકોની તપાસણી બંધ કરી હોવાને કારણે મુંબઈવાસીઓના આરોગ્ય ઉપર જોખમ છે.. એવા ગંભીર આરોપ વિપક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસે એક પત્રના માધ્યમથી લગાવ્યો છે.
જુલાઈ મહિનામાં દૈનિક 1,574 જેટલા લોકોને તપાસવામાં આવતાં હતા જેની સંખ્યા ઓગસ્ટ માં વધીને 7700 થઈ હતી. જ્યારે કે રાજ્યમાં રોજ 37 હજાર લોકોની તપાસ કરવામાં આવતી હતી તેના સ્થાને વધીને 64 હજાર કરવામાં આવી છે. આમ રાજ્યમાં જુલાઈ મહિનાની તુલનામાં ઓગસ્ટમાં 42% વધુ તપાસણી કરવામાં આવી છે. પરંતું મુંબઈ શહેરમાં આ ટકાવારી માત્ર 17 ટકા છે. મુંબઈ શહેર એ ભારતની આર્થિક રાજધાની છે, તેની માટે આટલી બધી લાપરવાહી કેમ કરી!? તેવો વિપક્ષનો આરોપ છે.
ભારતમાં રાજ્યો મુજબ જે તપાસણી કરવાની સરાસરી છે.. મહારાષ્ટ્ર કરતાં ગોવા, દિલ્હી, તમિલનાડુ, આંધ્ર પ્રદેશ, કર્ણાટક, આસામ, કર્ણાટક, બિહાર, તેલંગાણા, હરિયાણા, ઉત્તરાખંડ જેવા રાજ્યોમાં કોરોના ટેસ્ટની સરાસરી ઘણી વધુ સારી છે..
આથી પોતાનાં ઉત્તર મહારાષ્ટ્રના પ્રવાસથી પરત ફરીને દેવેન્દ્ર ફડણવીસે કોરોના ટેસ્ટમાં વધારો કરવો, સાંગલી અને કોલ્હાપુરમાં ચેપ દરને નિયંત્રિત કરવા, મૃત્યુદરને અંકુશમાં રાખવા અને રેમેડિવીરને વિના મૂલ્યે ઉપલબ્ધ કરાવવા જેવા નિર્દેશ પોતાના પત્રમાં આપ્યા છે…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…