Site icon

હિમાચલ સરકારની ભૂલથી પીએમ મોદી પર કોરોનાનું સંકટ : મોદી હોમ ક્વોરંટિન થશે કે નહીં, પીએમઓએ આપ્યો આ જવાબ…જાણો વિગતે

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

06 ઓક્ટોબર 2020

હિમાચલ પ્રદેશ સરકારની ચૂકથી વડાપ્રધાન મોદી, રક્ષામંત્રી રાજનાથસિંહ તેમજ કેન્દ્રીય નાણા રાજયમંત્રી અનુરાગ ઠાકુર પર પણ કોરોના સંક્ર્મણનું સંકટ પેદા થયું છે. કારણ કે ગત 3 ઓકટોબરે અટલ ટનલ રોહતાંગના ઉદ્ઘાટન માટે આવેલા પીએમ મોદીના સંપર્કમાં રહેલા મુખ્યમંત્રી જયરામ ઠાકુર અને વન મંત્રી રાકેશ પઠાનિયા, કોરોના પોઝીટીવ જાહેર થયેલ કુલ્લુના બજારના ધારાસભ્ય સુરેન્દ્ર શોરીના સંપર્ક માં આવ્યા હતા.  જોકે સ્વાસ્થ્ય વિભાગને શોરીને કોરોના પોઝીટીવ હોવાનો રિપોર્ટ ટનલ ઉદ્ઘાટન કાર્યક્રમના એક દિવસ પહેલા જ મળી ગયો હતો.

ઉલ્લેખનીય છે કે ઉદ્ઘાટન સમારોહમાં મોદીની સાથે મંચ પર હાજર રહેનાર મુખ્યમંત્રી જયરામ ઠાકુરે ખુદને આઈસોલેટ કરી દીધા છે. આ સિવાય અટલ ટનલના ઉદ્ઘાટન સમારોહમાં પીએમ મોદી સાથે નજીકથી વાત કરનાર વન મંત્રી રાકેશ પઠાનિયા પણ સંક્રમીત ધારાસભ્યના સંપર્કમાં આવ્યા હતા, તે પણ આઈસોલેટ થઈ ગયા છે. જો કે આ દરમિયાન પીએમઓનાં સૂત્રોએ સ્પષ્ટતા કરી છે કે, પીએમ મોદીને ક્વોરેન્ટાઈન થવાની જરૂર નથી. વડાપ્રધાન મોદીને કોઈ તકલીફ નથી કે કોઈ લક્ષણ નથી. મોદીએ ગત રવિવારે બિહાર ભાજપના ઉમેદવારોનાં નામ નક્કી કરવા માટે ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં ભાગ લીઘો હતો. ત્યારે પણ મોદી બિલકુલ સ્વસ્થ હતા.

BMC Mayor Race: મુંબઈ મેયર પદ માટે ભાજપ અને ઉદ્ધવ જૂથ વચ્ચે ગુપ્ત મંત્રણાની ચર્ચા; બદલાતા રાજકીય સમીકરણો વચ્ચે કોણ મારશે બાજી?
Maharashtra Politics: એકનાથ શિંદેની મંત્રીઓ પર નારાજગી અને મુંબઈમાં શરૂ થયેલું ‘હોટલ પોલિટિક્સ’; જાણો કેમ લીવો પડ્યો આ નિર્ણય
Eknath Shinde on BMC Mayor: મુંબઈનો મેયર અમારો જ હશે…’ એકનાથ શિંદેએ હોટલ તાજમાં બતાવ્યું શક્તિ પ્રદર્શન; ઉદ્ધવ કેમ્પમાં ફફડાટ, જાણો શિંદેનો માસ્ટર પ્લાન.
MNS: મહારાષ્ટ્રમાં રાજ ઠાકરેની ‘મનસે’ નો સફાયો: 22 શહેરોમાં ખાતું પણ ન ખુલી શક્યું, મુંબઈમાં ડબલ ડિજિટ સુધી પહોંચવામાં પણ ફાંફા.
Exit mobile version