ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૦૬ મે 2021
ગુરૂવાર
બહુ જલદી મહારાષ્ટ્ર સરકારે એવો નિર્ણય લેવા જઈ રહી છે જેને કારણે 18 વર્ષથી ૪૪ વર્ષની વયની વચ્ચેના લોકોને વેક્સિન થી થોડો સમય દૂર કરી શકે છે. વાત એમ છે કે મહારાષ્ટ્રમાં 44 વર્ષથી વધુ વયના લોકોએ વેક્સિન નો પહેલો ખોરાક લઈ લીધો છે પરંતુ તેમને બીજો ખોરાક નથી મળી રહ્યો. આને કારણે અનેક લોકોની વેક્સિન સાઇકલ પતી નથી. હવે આ સંદર્ભે મહારાષ્ટ્રની સરકાર એક મહત્વપૂર્ણ નિર્ણય લેવા જઈ રહી છે જે અંતર્ગત ૧૮ થી ૪૪ વર્ષની વયના લોકોની વચ્ચે રહેલા લોકો માટે ના રિઝર્વ સ્ટોકને 44 વર્ષથી વધુ વયના લોકોને આપી દેવાશે.
આ સંદર્ભે મહારાષ્ટ્ર સરકાર બહુ જલ્દી ધોરણાત્મક નિર્ણય લઇ અને જાહેરાત કરશે.
