ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૫ મે ૨૦૨૧
મંગળવાર
મુંબઈની નજીક આવેલા અંબરનાથમાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. વાત એમ છે કે અહીં આરોગ્ય કેન્દ્ર પર કેટલાક ચોરોએ હાથ સફાઈ કરવાના ઇરાદે રવિવારે રાત્રે ઘૂસણખોરી કરી. ચોરો ગ્રિલ તોડીને હૉસ્પિટલમાં ત્રાટક્યા અને હૉસ્પિટલના રેફ્રિજરેટરમાં રહેલી રસીને ચોરી ગયા. આ ચોરોને એવું લાગી રહ્યું હશે કે તેઓ કોરોનાની રસી ચોરીને ભાગી રહ્યા છે, પરંતુ વાસ્તવિક રીતે તેઓ ભૂલ કરી બેઠા. ચોરી કરવાના ચક્કરમાં તેઓ કોરોનાની રસીના સ્થાને પોલિયોની રસી ચોરી કરીને ભાગી ગયા.
ઉલ્લેખનીય છે કે ભારતમાં એવા કેટલાય બનાવ બન્યા છે, જેમાં ચોરો કોરોનાની રસી ચોરી ગયા છે.
