ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
20 જુલાઈ 2020
દેશમાં કોરોના વધતા જતા કેસમાં હજારો લોકોના મોત થયા છે. આવી સ્થિતિમાં, તિરુમાલાના મંદિરમાં પૂજા કરનારા પૂજારીનું કોરોનાના ચેપને કારણે અવસાન થયું છે..
પુજારી ગયાં વર્ષે નિવૃત્તિ બાદ, તિરૂપતિના કેમ્પસમાં જ માં જ રહેતાં હતાં અને છેલ્લા એક વર્ષથી શ્રી વેંકટેશ્વર ભગવાનની ઉપાસના કરતાં હતા. તાજેતરમાં, તેમને શ્વાસ લેવામાં તકલીફ થતી હોવાને કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતા. જ્યા છેલ્લા ચાર દિવસથી કોરોનાની સારવાર લઈ રહ્યાં હતા.પરિવારના સભ્યોએ આ વિશે જણાવ્યું કે "સોમવારે સવારે પુજારીએ અંતિમ શ્વાસ લીધા હતાં.
નોંધપાત્ર વાત એ છે કે, તિરૂપતિ બાલાજી મંદિરમાં, મોટી સંખ્યામાં, 21 પુજારી સહિત 158 થી વધુ કર્મચારીઓ ચેપગ્રસ્ત થયા છે. આમાં હાલના મુખ્ય પૂજારી પણ શામેલ છે. કોરોનાનો ચેપ લાગયાનું પ્રકાશમાં આવ્યા બાદ મંદિર બંધ થવાની અટકળોને મેનેજમેન્ટે નકારી દીધી છે. ટ્રસ્ટ ના જણાવ્યા મુજબ મંદિરમાં સાવચેતીની ગાઈડ લાઈનનું કડક પાલન કરવામાં આવી રહ્યું અને હવે વધુ તકેદારી રાખશું. ઉલ્લેખનીય છે કે આંધ્રપ્રદેશમાં 49,650 લોકોને આ ચેપ લાગ્યો છે, જ્યારે 642 લોકોનાં મોત નીપજ્યાં છે.
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com