ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 16 નવેમ્બર 2021
મંગળવાર.
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના સત્તાવાર નિવાસસ્થાન વર્ષા બંગલો તેમજ મુખ્યમંત્રી કચેરીમાં કોરોનાએ ફરી એન્ટ્રી કરી છે.
પ્રાપ્ત જાણકારી મુજબ મુખ્યમંત્રીના વિશેષ કાર્યકારી અધિકારી ઓ.એસ.ડી. કોરોના ટેસ્ટ પોઝિટિવ નોંધાયા છે.
હાલ તેમને સારવાર માટે મુંબઇ સેન્ટ્રલની વોકહાર્ટ હોસ્પિટલમાં દાખલ કરાયા છે.
વિશેષ કાર્યકારી અધિકારી કોરોના પોઝિટિવ જનતા બીએમસી વધુ સતર્ક બન્યું છે અને સેનિટાઇઝેશન શરૂ કર્યું છે.
સાવચેતીના પગલા તરીકે મુખ્યમંત્રી કચેરી અને વર્ષા બંગલા પરના તમામ કર્મચારીઓ અને અધિકારીઓને તાત્કાલીક ટેસ્ટ કરવાની સુચના અપાઇ છે.
ઉલ્લેખનીય છે કે સ્પાડિલામસિસના દુખાવાથી પરેશાન મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની ગિરગામ સ્થિત એચ.એન. રિલાયન્સ હોસ્પિટલમાં શસ્ત્રક્રિયા કરવામાં આવી છે. હજી તેઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.