ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, 12 એપ્રિલ ૨૦૨૧
સોમવાર
૧૪ દિવસના લોકડાઉન પછી શું થશે તે સવાલ સર્વે કોઈના મનમાં ઉઠી રહ્યો છે. કેન્દ્ર સરકારે જ્યારે પ્રથમ વખત લોકડાઉનનું આયોજન કર્યું હતું ત્યારે 15 દિવસનું લોકડાઉન હતું. હવે રાજ્ય સરકાર પંદર દિવસના લોકડાઉન નો વિચાર કરે છે.
આની પાછળના પ્રમુખ કારણ છે કોરોના ની ચેન.
વિષય એવો છે કે કોઈ એક વ્યક્તિને કોરોના લાગુ પડ્યા બાદ આશરે ૧૪ દિવસ સુધી તે વાયરસ માણસના શરીરમાં ફેલાય છે. એ દરમિયાન લક્ષણો જણાઈ આવે છે પરંતુ માણસની તબિયત નાજુક થતી નથી. આ સમયગાળા દરમિયાન જો કોઈ વ્યક્તિ બહાર ફરવા જાય તો તેને કારણે બીજી વ્યક્તિને પણ કોરોના થઈ જાય છે. બસ, આ વસ્તુ મહારાષ્ટ્રને મુંબઈ શહેર સાથે થઈ છે.
ઉદ્ધવ ઠાકરે મહારાષ્ટ્ર વાસીઓનો ગુડી પડવો નહીં બગાડે. પણ લોકડાઉન પાક્કું છે…
રાજ્ય સરકાર ઇચ્છે છે કે ૧૪ દિવસમાં લોકડાઉન ને કારણે તમામ લોકો પોતાના ઘરે રહે. જેથી લોકોને શારીરિક આરામ મળે તેમજ જેટલા શક્ય દર્દીઓ નોંધાયા તે તમામ દર્દીઓ હોસ્પિટલ ભેગા થઇ જાય. આ પ્રોસેસ દરમિયાન તેઓ બીજા એક એ વ્યક્તિને ચેપ ન લગાડે.
પરિણામ સ્વરૂપ ૧૪ દિવસની અંદર તમામ ચેપ ફેલાવનાર સંભવિત દર્દીઓ હોસ્પિટલ ભેગા થશે. તેમજ જેમનામાં સામાન્ય લક્ષણ હશે તેઓ 14 દિવસ દવા લઈને ઘરે આરામ કરશે. અને ૧૪ દિવસ બાદ માત્ર સ્વસ્થ લોકો ઘરની બહાર નીકળશે.
પરિણામ સ્વરૂપ કોરોના ની ચેન તૂટી જશે. આ કારણથી ૧૪ દિવસના લોકડાઉનની તરફેણ કરવામાં આવી રહી છે.
સર્વદળની બેઠકમાં મહારાષ્ટ્રના ચીફ સેક્રેટરી સીતારામ કુંટે એ પોતાનો તર્ક રજૂ કરતાં જણાવ્યું કે જો કોરોના ની ચેન તોડવામાં મહારાષ્ટ્ર સરકાર અસફળ રહી તો મહારાષ્ટ્રના હાલ બ્રાઝિલ જેવા થશે. આ પરિસ્થિતિમાં આરોગ્ય સેવા સહિતની તમામ વ્યવસ્થાઓ પડી ભાંગશે. રાજ્યમાં ભયંકર અરાજકતા ફેલાશે.
સરકારના આ તર્ક ને કારણે વિપક્ષના અનેક નેતાઓ પણ પોતાની જીભ પર લગામ રાખી રહ્યા છે.