ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
30 જુલાઈ 2020
પોતાની સોસાયટીમાં પણ માસ્ક પહેર્યા વગર ફરનારા લોકો હવે સાવધાન થઈ જાઓ. હવેથી હાઉસિંગ સોસાયટી પણ આવા લોકો પાસેથી એક હજાર રૂપિયા સુધીનો દંડ વસૂલી શકે છે. એવો આદેશ એસ વોર્ડના સહકારી વિભાગના આસીસ્ટન્ટ રજિસ્ટ્રારે આપ્યો છે. આસિસ્ટંટ રજિસ્ટ્રાર ઓફિસ ના જણાવ્યા મુજબ પાલિકાએ સોશિયલ ડિસ્ટનસિંગ અને મોઢે માસ્ક પહેરવું ફરજિયાત કર્યું છે.
પ્રથમ વાર જ હાઉસિંગ સોસાયટીઓ પણ દંડ કરી શકે એવી સત્તા સરકારી આદેશ દ્વારા આપવામાં આવી છે. આ માટે સોસાયટીની મેનેજીંગ કમિટી એ કોઈપણ પ્રક્રિયા માટે ની જનરલ મીટીંગ કે પછી સ્પેશ્યલ જનરલ મીટીંગ બોલાવવાની જરૃર નથી. તેમજ સોસાયટીએ મીટીંગ બોલાવી માસ્ક ન પહેરતા મેમ્બરો માટે દંડાત્મક પગલાં લેવા માટે પણ પરવાનગી લેવાની જરૂર નથી. કારણ કે, હાલ કોવિડ-19 ની ગાઇડ લાઇનને કારણે આવી ખાસ મીટીંગ બોલાવી હાઉસિંગ સોસાયટીના સભ્યો માટે શક્ય નથી અને વિડીયો કોન્ફરન્સથી થતી મિટિંગનું કાયદાકીય રીતે કોઈ મહત્વ નથી. તેમજ જ્યારે જ્યારે માસ્ક વગર ફરતા રહેવાસી જણાય તો દર વખતે પદાધિકારીઓ પોલીસને ફરિયાદ કરી શકે એ પણ શક્ય નથી. આથી જ આસિસ્ટન્ટ રજિસ્ટ્રારે સોસાયટીને આદેશ આપ્યા છે કે તેઓ માસ્ક વગર ફરતા લોકોને 1000 રૂપિયા સુધીનો દંડ કરી શકે છે.
રજીસ્ટ્રાર ઓફિસે આવો આદેશ એક સોસાયટીએ માંગેલી સૂચનાના આધારની માહિતી ના સંદર્ભમાં આપ્યો છે. નોંધનીય છે કે આ બાબતે 'ઓલ ઇન્ડિયા કો-ઓપરેટીવ હાઉસિંગ સોસાયટી એસોસિએશન' સ્પષ્ટતા કરી છે કે દંડની રકમ માટે રહેવાસીઓને રસીદ આપવામાં આવશે. કારણ કે, હાલ એ નક્કી નથી કે દંડની રકમ ક્યાં જમા કરાવવી…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com