ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
06 ઓગસ્ટ 2020
યોગ ગુરુ રામદેવની કંપની પતંજલિ આયુર્વેદ એ જણાવ્યું છે કે તેમની રોગપ્રતિકારક દવા 'કોરોનિલ'ની દરરોજ આશરે 10 લાખ પેકની માંગ ઉભી થયી છે. પરંતુ હરિદ્વાર સ્થિત તેમની કંપની આટલી મોટી માંગને પહોંચી વળવા માટે સંઘર્ષ કરી રહી છે. કારણ કે તેમની ક્ષમતા દરરોજ ફક્ત એક લાખ પેક સપ્લાય કરી શકવાની જ છે.
દરેક વ્યક્તિ ખરીદી શકે એ હેતુ થઈ પતંજલિ આયુર્વેદે કોરોનીલ ની કિંમત માત્ર 500 રૂપિયા રાખી હોવાનું જણાવી, રામદેવે કહ્યું કે, "જો અમારે નફો જ કરવો હોત તો કોવિડ -19 ની આ દવા, 5 હજાર રૂપિયાની ઊંચી કિંમતે વેચાણ માટે મૂકી હોત તો પણ સરળતાથી વેંચાઈ ગઈ હોત. આયુર્વેદ એન્ટરપ્રાઇઝ અંતર્ગત પ્રધાનમંત્રી મોદીના 'વોકલ ફોર લોકલ' પર એક ઉદ્યોગ સંસ્થા દ્વારા આયોજિત વર્ચુઅલ શ્રેણીમાં યોગગુરુ બાબા રામદેવ બોલ્યા હતા.
આ દવાને જોરશોરથી બજારમાં લોન્ચ કર્યા બાદ દવાના દાવાને લઈને ખૂબ મોટો વિવાદ ઉભો થયો હતો.. અગાઉ જૂનમાં, રામદેવે દાવો કર્યો હતો કે "કોરોનિલ કોવિડ -19 દર્દીઓનો ઇલાજ કરી શકે છે. જો કે, આયુષ મંત્રાલયે પતંજલિને ઠપકો આપી તેના વેચાણ પર તુરંત પ્રતિબંધ મૂક્યો હતો. બાદમાં, કેન્દ્રીય મંત્રાલયે મંજૂરી આપી કે પતંજલિ ફક્ત 'ઇમ્યુનિટી બૂસ્ટર' તરીકે જ કોરોનીલ વેચી શકે છે…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com