Site icon

તો શું અમિત શાહ હવે ગુજરાતના મુખ્યમંત્રી બનશે-કેજરીવાલે હવા બનાવી

News Continuous Bureau | Mumbai

ગુજરાતમાં(Gujarat) વિધાનસભાની ચૂંટણીઓ(Assembly Elections) નજીક છે. તેથી આમ આદમી પાર્ટીએ(Aam Aadmi Party) પોતાનો પ્રચાર વધારી દીધો છે. અરવિંદ કેજરીવાલ(Arvind Kejriwal) ગુજરાતમાં અનેક સભાઓ યોજી રહ્યા છે. ભાજપની(BJP) તેને કારણે ચિંતા વધી છે, તેમાં હવે કેજરીવાલની એક ટ્વીટથી(Tweet) રાજકીય ચર્ચાઓ તેજ બની છે. આપના સંયોજક અરવિંદ કેજરીવાલે  ટ્વીટ કરીને ભાજપને સવાલ કર્યો છે કે શું ગુજરાતના મુખ્યમંત્રી(Gujarat Chief Minister) તરીકે અમિત શાહનું (Amit Shah) નામ જાહેર કરશે.

Join Our WhatsApp Community

પંજાબમાં(Punjab) સત્તા મેળવ્યા બાદ આત્મવિશ્ર્વાસ વધ્યા બાદ હવે આમ આદમી પાર્ટીએ (આપ)પોતાનો મોર્ચો ગુજરાત તરફ વાળ્યો છે. ગુજરાતમાં આપ તેજીથી આગળ વધી રહી છે, તેથી ભાજપનું ટેન્શન વધી ગયું છે. તેમા હવે અરવિંદ કેજરીવાલ સોશિયલ મીડિયા(Social media) પર એક ટ્વીટ કરીને ભાજપને સવાલ કર્યો છે કે શું ભાજપ ગુજરાતમાં આગામી સીએમ તરીકે અમિત શાહનું નામ જાહેર કરશે? શું ભાજપને ભૂપેન્દ્ર પટેલ(Bhupendra patel) સરકારની કામગીરી પસંદ નથી? શું ભાજપ ભૂપેન પટેલના કામકાજથી નારાજ છે ?

આ સમાચાર પણ વાંચો :  ઓય બાપા-મારો શ્વાસ રૂંધાય છે-કસ્ટડીમાં સંજય રાઉત ની ફરિયાદ

ગુજરાતની ચૂંટણીને(Gujarat election) ધ્યાનમાં રાખીને અરવિંદ કેજરીવાલે ચૂંટણીની રણનિતીને(Election strategy) ધ્યાનમાં રાખીને આ ટ્વીટ કર્યું હોવાનું માનવામા આવે છે. ગુજરાતમાં તેઓ અનેક સભાઓ કરી રહ્યા છે અને ભાજપ અને મોદી સરકારની ઝાટકણી પણ કાઢી રહ્યા છે. ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા(education system of Gujarat) સામે તેમણે સવાલ કર્યા છે. હવે તેમણે અમિત શાહનું નામ લઈને રાજકીય ચર્ચા જગાવી છે. જોકે હાલ ભાજપે કોઈ પણ જવાબ આપવાનું ટાળ્યું છે.

રાજકીય નિષ્ણાતો(Political experts) પણ અરવિંદ કેજરીવાલના આ ટ્વીટથી અચંબામાં મુકાઈ ગયા હોવાનું માનવામાં આવે છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ પાછા ગુજરાત આવી રહ્યા છે. નિષ્ણાતોના મતે અગાઉ આનંદીબેન પટેલની(Anandiben Patel) જગ્યાએ અમિત શાહ મુખ્યમંત્રી બનવા માંગતા હતા. હવે જોકે કેજરીવાલના આ ટ્વીટને લઈને ભાજપે કોઈ પ્રતિક્રિયા આપી નથી.
 

Ajit Pawar Plane Crash: રાજ્ય સરકારનો મોટો નિર્ણય, CID તપાસના અપાયા આદેશ; અકસ્માત પાછળના રહસ્ય પરથી ઉઠશે પડદો
Ladki Bahin Yojana Installment: લાડકી બહેન યોજનામાં મોટું અપડેટ: ઈ-કેવાયસી છતાં હપ્તો અટક્યો? હવે ઘરે આવીને થશે તપાસ; જાણો શું છે નવો નિયમ
Maharashtra Budget 2026: અજિત પવારનું અધૂરું સપનું કોણ પૂરું કરશે? ફેબ્રુઆરીમાં રજૂ થનારા મહારાષ્ટ્ર બજેટને લઈને સસ્પેન્સ
Ajit Pawar Death: અજીત પવારના છેલ્લા શબ્દો: “મને હવે આ બધાનો કંટાળો આવ્યો છે, હવે બસ થયું”; નિધનના 5 દિવસ પહેલા કેમ ભાવુક થયા હતા દાદા?
Exit mobile version