ભિવંડી કોર્ટે ફરિયાદીને જ ફટકાર્યો દંડ, RSS નેતા રાહુલ ગાંધીને 1,000 રૂપિયા દંડ પેટે ચુકવવાનો આપ્યો આદેશ; જાણો શું છે સમગ્ર મામલો

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના એક નેતાએ રાહુલ ગાંધીને(rahul gandhi) 1,000 રૂપિયા દંડ(Fine) પેટે ચુકવવા પડશે. 

થાણેના(Thane) ભિવંડીની(Bhiwandi) એક કોર્ટે(Court) આ પ્રકારનો આદેશ આપ્યો છે. 

ન્યાયિક મેજિસ્ટ્રેટની કોર્ટે(Judicial Magistrates court) સંઘના નેતા રાજેશ કુંતેને(Rajesh Kunte) આ દંડ ફટકાર્યો છે. 

કોર્ટે અગાઉ કુંતેને 500 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો જે તેમણે હજુ સુધી નથી ભર્યો. કોર્ટમાં તે અંગે પણ ઉલ્લેખ થયો હતો.

હવે આગામી 10 મેના રોજ કોર્ટમાં આ કેસ ચાલશે. 

વર્ષ 2014માં રાહુલ ગાંધીએ પોતાના ભાષણમાં મહાત્મા ગાંધીની હત્યા પાછળ RSSને જવાબદાર ઠેરવ્યું હતું. ત્યારબાદ ભિવંડી કોર્ટમાં એક માનહાનિનો કેસ દાખલ થયો હતો.

આ સમાચાર પણ વાંચો : ઘાસચારા કૌભાંડમાં લાલુ યાદવને વધુ એક રાહત, પાંચમા કેસમાં પણ મળી ગયા જામીન

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More