Site icon

બે વર્ષ પહેલાના એક્સિડન્ટનાં કેસની સુનવણી: ભોગ બનનારાનાં પરિવારને ૪૩ લાખનું વળતર

બે વર્ષ પહેલાના એક્સિડન્ટનાં કેસની સુનવણી: ભોગ બનનારાનાં પરિવારને ૪૩ લાખનું વળતર

Mumbai man sentenced to one year in jail for rubbing Rs 100 note on minor's lips

મુંબઈમાં ભર બજારમાં છોકરીના હોઠ પર લગાવી 100ની નોટ, કહ્યું-આટલો ભાવ કેમ ખાય છે? હવે રોડ સાઈડ રોમિયોને મળી આ સજા

રાજકોટના જંકશન રોડ ઉપર આરએમએસ પોસ્ટ ઓફિસ નજીક ટ્રકે ડબલસવારી બાઇકને હડફેટે લેતા સર્જાયેલા અકસ્માતમાં મહિલા સફાઈ કામદારનું મૃત્યુ થયાના બે વર્ષ પહેલાના કેસમાં મોટર એકસીડન્ટ ક્લેઇમ ટ્રિબ્યુનલ દ્વારા રૂપિયા ૪૩ લાખનું વળતર મંજુર કરવામાં આવ્યું છે.આ કેસની હકીકત મુજબ રાજકોટ મ્યુનિ. કોર્પોરેશનના સફાઈ કામદાર તરીકે ફરજ બજાવતાં કર્મચારી શારદાબેન મનસુખભાઈ અજારા ગઇ તા. ૧૩-૧૨-૨૦૨૦નાં રોજ તેમનાં પતિનાં બાઇકમાં પાછળ બેસીને રેલવે સ્ટેશન રોડ, આરએમએસ પોસ્ટ ઓફિસ પાસેથી પસાર થતા હતા ત્યારે ટ્રક નં.જીજે-૦૪-એકસ-૬૯૬૦નાં ચાલકે હડફેટે લેતાં, શારદાબેન મનસુખભાઈ અજારનું મૃત્યુ થયું હતું. આથી તેમના વારસદારો દ્વારા અકસ્માત મૃત્યુનું વળતર મેળવવા વીમા કંપની સામે મોટર એકસીડન્ટ ટીબ્યુનલ સમક્ષ કેસ દાખલ કરવામાં આવ્યો હતો.
આ સમાચાર પણ વાંચો:  બ્યુટી ટિપ્સ : શું તમને શિયાળામાં ચામડી સુકાવાના કારણે ચીરા પડવાની સમસ્યા છે ? તો અજમાવો આ ઉપાય..
મૃતક શારદાબેન રાજકોટ મ્યુનિ. કોર્પોરેશનમાં સફાઈ કામદાર તરીકે નોકરી કરતાં હોય અને માસિક રૂ.૩૪ હજાર આવક ધરાવતાં હોય, પોતાનાં કુટુંબનો આધાર તેમજ મેઈન વ્યકિત હોવા મતલબની વારસદારોના વકીલ રવીન્દ્ર ડી. ગોહેલ તથા શ્યામ જે. ગોહીલની રજૂઆતો ધ્યાને લઈ અને ખાસ તો ટ્રકની ઇન્સ્યોરન્સ કંપની સરકારી કંપાની હોવા છતાં, તેમાં પ્રોસ્પેક્ટિવ ઇન્કમની ગણતરી કરી ગુજરનારનાં વારસાને હાલની મોંઘવારી મુજબ મહતમ વળતરની ગણતરી કરી ગુજરનાર શારદાબેનનાં કેસમાં રૂ.૪૩ લાખનું જંગી વળતર મંજુર કરવામાં આવ્યું છે. આ ક્લેઇમ કેસમાં રાજકોટના અકસ્માત વળતરના કેસોના એડવોકેટ રવિન્દ્ર ડી.ગોહેલ, શ્યામ છે.ગોહીલ, નિજ, ગોહીલ, મૃદુલા એસ. ગોહીલ, તથા આસિસ્ટન્ટ તરીકે દિનેશ ડી. ગોહેલ, દિવ્યેશ કણઝારીયા, કિશન ડી.મારૂ તથા જતીન ગોહેલ રોકાયા હતા.
Ajmer Division train block: અજમેર મંડળમાં એન્જિનિયરિંગ કાર્ય હેતુ બ્લોક ને કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત રહેશે
Vibrant Gujarat Regional Conference 2025: વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કૉન્ફરન્સ દ્વારા કચ્છ અને સૌરાષ્ટ્રમાં રોકાણને વેગ મળશે
World Childrens Day 2025: વિશ્વ બાળ દિવસ-૨૦૨૫ બાળકોમાં આજે રોપેલા સંસ્કારોનું બીજ,
Kumbh Mela 2027: કુંભમેળા 2027 માટે નાસિક એરપોર્ટનો થશે ‘અસામાન્ય’ કાયાકલ્પ; યાત્રીઓની આવન-જાવન ક્ષમતામાં પણ મોટો વધારો થશે
Exit mobile version