દેશમાં આજે પણ 40 હજારથી વધુ કોરોનાના નવા કેસ સામે આવ્યા છે. જે ચિંતાજનક સ્થિતિ કહી શકાય.
તેમાં પણ દક્ષિણી રાજ્ય કેરળમાં તો પરિસ્થિતિ અત્યંત વિકટ જોવા મળી રહી છે.
અહીં છેલ્લા 2 દિવસથી કોરોનાના દૈનિક કેસ 22 હજારથી ઉપર નોંધાઈ રહ્યા છે. જે દેશભરના દૈનિક કેસના 50 ટકાથી વધુ છે.
ઉલ્લેખનીય છે કે કેરળમાં હાલમાં જ કેટલાક ધાર્મિક કાર્યક્રમ જેમ કે બકરી ઇદ વગેરે સમયે લોકડાઉનને છુટ આપવાનો નિર્ણય લેવાયો હતો.
ટોકિયો ઑલિમ્પિકમાં ભારતનો શાનદાર ગુરુવાર : સવાર સવારમાં આવ્યા ત્રણ સારા સમાચાર
