ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
13 જુન 2020
મહારાષ્ટ્ર દેશનું એવું પહેલું રાજ્ય બન્યું છે જ્યાં કોવિડ 19 પોઝિટિવ કેસની સંખ્યા 101141 પર પહોંચી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં 127 લોકોના મોત સાથે 3493 નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં મૃત્યુઆંક 3717 છે. અહેવાલો અનુસાર, 1718 જેટલા દર્દીઓને રિકવરી બાદ રજા આપવામાં આવી હતી. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 47796 દર્દીઓને રિકવરી બાદ ડિસ્ચાર્જ આપવામાં આવ્યા છે.
કોરોના મહારાષ્ટ્રના મંત્રી ઓ સુધી પહોંચી ગયો છે. કોરોનાના વધતા કેસ વચ્ચે મહારાષ્ટ્રના સામાજિક ન્યાય પ્રધાન ધનંજય મુંડેનો રિપોર્ટ પણ કોરોના વાયરસ પોઝીટીવ આવ્યો છે અને તેમની સ્થિતિ સ્થિર છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નેતા મુંડેએ આ અઠવાડિયાની શરૂઆતમાં રાજ્યના પ્રધાનમંડળની બેઠકમાં ભાગ લીધો હતો અને બે દિવસ પહેલા અહીં એનસીપીના સ્થાપના દિવસ કાર્યક્રમમાં ભાગ પણલીધો હતો. આ પહેલા જીતેન્દ્ર આવ્હાડ પણ કોરોનાની ઝપેટમાં આવી ચુક્યા છે.
મહારાષ્ટ્ર પછી બીજા ક્રમે છે તામિલનાડુ , જ્યા 38716 પુષ્ટિ થયેલા કેસો છે, ત્યારબાદ દિલ્હીમા 34,687 અને ગુજરાતમાં 22067 કેસ છે..
આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 10956 નવા કોવિડ -19 કેસ અને 396 મૃત્યુ નોંધાયા છે, જેમાં કુલ 141,842 એક્ટિવ કેસ, 147,194 સારા કેસ, 1 સ્થળાંતર દર્દી, અને 8,498 મૃત્યુનો સમાવેશ થાય છે…