ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 14 સપ્ટેમ્બર, 2021
મંગળવાર
રાજ્યમાં કોરોનાના કેસોમાં નોંધપાત્ર ઘટાડો થયો છે, આમ છતાં સાવચેતીના ભાગરૂપે રાજ્યના ગૃહ વિભાગે રાજ્યના 8 મહાનગરોમાં રાત્રી કર્ફ્યુ 25 સપ્ટેમ્બર સુધી લંબાવ્યો છે.
આ અંગે રાજ્યના ગૃહવિભાગે જાહેર કરેલા હુકમ મુજબ રાજ્યમાં અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, જુનાગઢ અને ગાંધીનગર શહેરમાં 25 સપ્ટેમ્બર સુધી રાત્રી કર્ફ્યુ યથાવત રહેશે.
ગુજરાતમાં કોરોના મહામારી સંદર્ભમાં જે રાત્રી કર્ફયુ અમલમાં છે તે હવે તા.15 આવતીકાલથી રાત્રીના 12ના બદલે ફરીથી રાત્રીના 11થી અમલ થઈ જશે.
ઉલેખનીય છે કે અગાઉ રાજય સરકારે ગણેશ મહોત્સવને ધ્યાનમાં લઈને રાત્રી કર્ફયુનો સમય 11ના બદલે 12 વાગ્યાનો કર્યો હતો