મયુર પરીખ
મુંબઈ
મુંબઈ શહેરમાં કાર્યાન્વિત પરિવહનના એકમાત્ર સાધન એટલે કે બી ઇ એસ ટી ની બસ હવે સોમવારથી રસ્તા ઉપર નહીં દોડે. આવી જાહેરાત બેસ્ટ ના યુનિયન એ કરી છે. વાત કંઈક કેમ બની છે કે બેસ્ટ ના સાત કર્મચારીઓના કોરોના ને કારણે મૃત્યુ થયા છે. આ ઉપરાંત બેસ્ટ ના સો જેટલા કર્મચારીઓને અત્યારે કોરોના લાગુ પડ્યો છે. ચોંકાવનારી વાત એ છે કે ગોરેગાવ બસ ડેપો સૌથી વધારે ચેપગ્રસ્ત બન્યો છે. અહીં પાંચથી વધુ બેસ્ટ ના કર્મચારીઓને કોરોના રોગ લાગુ પડ્યો છે. યુનિયન નો દાવો છે કે છેલ્લા ઘણા સમયથી તેઓ આ મુદ્દે પ્રશાસન નું ધ્યાન દોરી રહ્યા હતા.આટલું જ નહીં તેઓ એ પ્રશાસનને વિનંતી કરી હતી કે કર્મચારીઓના સ્વાસ્થ્ય માટે પર્યાપ્ત પગલાં લેવામાં આવે. પરંતુ આવા કોઈ પગલાં ન લેવામાં આવતા યુનિયને બંધ ની ઘોષણા કરી છે.
ઉલ્લેખનીય છે કે મુંબઈ શહેરમાં હાલ પરિવહનની કોઇ જ વ્યવસ્થા નથી. ઓટોરિક્ષા અને ટેક્સી બંધ છે તેમજ લોકલ ટ્રેન પણ ૨૩મી માર્ચ થી પૂરી રીતે બંધ છે. આ ઉપરાંત ખાનગી વાહન અને સ્કુટરો ને રસ્તા પર ઉતરવાની મનાઈ છે. આ પરિસ્થિતિમાં ઈમરજન્સી સેવા તરીકે બેસ્ટની બસ ઉપયોગમાં લેવાય છે. જો કે બસની અંદર માત્ર તે જ વ્યક્તિ મુસાફરી કરી શકે છે જેની પાસે સરકારી પાસ હોય અથવા જે વ્યક્તિ એસેન્સિયલ સર્વિસ હેઠળ કામ કરી રહી હોય. ખાસ કરીને મહાનગરપાલિકા , પોલીસ અને હોસ્પિટલમાં કામ કરી રહેલા કર્મચારીઓ માટે બેસ્ટની બસ ઘણી સારી સુવિધા પુરી પાડી રહી હતી.
આ વિષય સંદર્ભે ગુજરાતી મીડ ડે સાથે વાત કરતા યુનિયનના નેતા શશાંક રાવે જણાવ્યું કે અમે લોકોને હાકલ કરી છે કે તેઓ સોમવારથી પોતાની ડ્યુટી ઉપર ન જાય. અમારી માંગણી માત્ર એટલી જ છે કે બેસ્ટ ના કર્મચારીઓનું સ્વાસ્થ્ય જળવાઇ રહે. બીજી તરફ બેસ્ટ ના જન સંપર્ક અધિકારી મનોજ વરાડે એ ગુજરાતી મીડ ડે ને જણાવ્યું કે યુનિયન તરફથી થઈ રહેલા આરોપો પાયાવિહોણા છે. બેસ્ટ ના કર્મચારીઓને સેનેટાઈઝર માસ્ક અને હેન્ડ ગ્લોઝ આપવામાં આવે છે. આટલું જ નહીં સમયાંતરે બેસ્ટ ની તમામ બસને ડીસઇન ફૅક્ટ કરવામાં આવે છે. આ ઉપરાંત ફરજ ઉપર હાજર રહેતા કર્મચારીઓને અતિરીક્ત ૩૦૦ રૂપિયાનું દૈનિક ભથ્થું આપવામાં આવે છે. આ પરિસ્થિતિમાં બંધ કરવું તે યોગ્ય નથી.
કાયદાકીય રીતે જોવા જઇએ તો હાલ ભારત દેશમાં સ્વાસ્થ્ય સંદર્ભેની ઇમરજન્સી લાગુ થઈ ચૂકી છે. આવા સમયમાં બંધની હાકલ કરવાથી શક્ય છે કે કર્મચારીઓ ની નોકરી ઉપર તવાઈ આવી શકે.
હવે જોવાનું એ રહે છે કે સોમવારે બેસ્ટની બસ રસ્તા પર દોડે છે કે કેમ..