Site icon

બોરીવલીમાં સૌથી વધુ કોરોનાના દર્દીઓ, 1000 થી વધુ એક્ટિવ કેસ.. જાણો વિગત.

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

14 ઓગસ્ટ 2020

 દહીસર અને મલાડએ કોરોના સંક્રમણ ને કાબુમાં લેવામાં સફળતા મેળવી છે. પરંતુ, શહેરના 24 વોર્ડમાંથી બોરીવલી જ કોરોનાના 1,000 કરતાં વધુ એક્ટિવ કેસ ધરાવતો એક માત્ર બોર્ડ બચ્યો છે. મેડિકલ ગાઈડલાઈન નું પાલન કરવાની કડક સૂચના બીએમસી એ આપી છે.  કારણ કે 80 ટકાથી વધુ કેસ આજ વિસ્તારની બિલ્ડિંગોમાંથી આવી રહ્યા છે. 

મુંબઈ શહેરમાં કોરોનાના એક્ટિવ દર્દીઓની સંખ્યા અંદાજે 20 હજાર કરતા ઓછી છે. અંધેરી, વિલેપાર્લે, મલાડ, દાદર, ધારાવી ભાંડુપ જેવા વિસ્તારોમાં માર્ચ મહિનાથી થી કેસની સંખ્યા વધુ હતી. પરંતુ, ધીમેધીમે આ વિસ્તારોમાં ડબલીંગ રેટ ઘટ્યો છે, અને ઉપરોક્ત વિસ્તારોમાં હવે એક્ટિવ કેસ એક હજાર કરતાં પણ નીચા રહ્યા છે. 

જુલાઈમાં આ વિસ્તારના ઝૂંપડપટ્ટીઓ અને ઇમારતોમાં સૌથી વધુ સંખ્યામાં કેસ ધરાવનાર મલાડમાં પણ અત્યારે માત્ર 673 દર્દીઓ રહ્યા છે, એમ બીએમસીના અધિકારીએ જણાવ્યું હતું. "કોરોના ના પ્રારંભિક લક્ષણો દેખાતાં જ લોકોએ હોસ્પિટલમાં દાખલ થઈ જવું જોઈએ અને તેને લગતી સારવાર લેવામાં થોડો પણ વિલંબ કરવો જોઈએ નહીં" એમ પણ મનપા અધિકારીએ જણાવ્યું હતું…

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…

https://bit.ly/3fJqhxB 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com  

Gujarat new talukas 2025: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને રાજ્ય મંત્રીમંડળની બેઠક
PURNA Scheme Gujarat: ગુજરાતની અંદાજે ૧૦ લાખ કિશોરીઓ પૂર્ણા યોજનાથી લાભાન્વિત થઈ વધુ સુપોષિત અને સશક્ત બની રહી છે
Gujarat Rain Alert: નવરાત્રી દરમિયાન ગુજરાતના આ ભાગોમાં ભારે વરસાદની આગાહી, 29 સપ્ટેમ્બર સુધી યેલો એલર્ટ
Gandhinagar Startups: સ્ટાર્ટઅપ્સ કોન્કલેવ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માઈન્ડ ટુ માર્કેટના વિચારને સાર્થક કરવાનો મંચ બનશે: કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહ
Exit mobile version