ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 2 ઑક્ટોબર, 2021
શનિવાર
કેરળ બાદ હવે પૂર્વોત્તર રાજ્ય મિઝોરમમાં પણ કોરોનાના નવા કેસો ઝડપથી વધવા લાગ્યા છે. જેના કારણે હેલ્થ એક્સપર્ટની એક કેન્દ્રીય ટીમ મિઝોરમની મુલાકાત લેવા જશે.
લોકસભા સાંસદ સી લાલરોસંગાના નેતૃત્વમાં એક રાજ્ય પ્રતિનિધિમંડળ સાથે બેઠક દરમિયાન કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આશ્વાસન આપ્યું છે કે, કેન્દ્ર દ્વારા કોરોનાની સ્થિતિની સમીક્ષા કરવા માટે એક્સપર્ટની એક ટીમ મિઝોરમ મોકલવામાં આવશે.
રાજ્યના સ્વાસ્થ્ય વિભાગના જણાવ્યા મુજબ, ઓગસ્ટમાં ઓછામાં ઓછા 21,074 નવા કેસો સામે આવ્યા. જ્યારે સપ્ટેમ્બરમાં 34,263 નવા કેસો નોંધાયા છે.
ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના એક પ્રતિનિધિ અને નેશનલ ડિસિઝ કંટ્રોલ સેન્ટરના એક્સપર્ટની એક ટીમે સ્થિતિની સમીક્ષા માટે સપ્ટેમ્બરમાં મિઝોરમની મુલાકાત લીધી હતી.
