મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લામાં કોરોનાની બીજી લહેર 18 વર્ષથી ઓછી વયના માસૂમો પર કહેર બનીને તૂટી છે.
મે મહિનામાં જ અહમદનગરમાં 18થી ઓછી વયના 9 હજાર કરતાં વધુ બાળકો કોરોનાથી સંક્રમિત મળી આવ્યા છે.
આ અંગે અહીંના સિવિલ સર્જન સુનિલ પોખરનાએ જણાવ્યું કે, બાળકોમાં સંક્રમણ દર એટલા માટે વધ્યો છે, કારણ કે કુલ સંક્રમણના દરમાં પણ વધારો થયો છે.
એપ્રિલમાં પણ 7,760 બાળકો સંક્રમિત થયા હતા. જો કે હજુ સુધી કોઈ ગંભીર કેસ સામે નથી આવ્યો.
ઉલ્લેખનીય છે કે ઠાકરે સરકાર વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને એક્ટિવ મોડમાં આવી ગઈ છે અને જિલ્લા વહીવટી તંત્રને સ્થિતિનો સામનો કરવા માટે રણનીતિ બનાવવાના આદેશ આપી દીધા છે.
ભારતમાં જોવા મળેલા કોરોનાના નવા વેરિયન્ટનું નામકરણ કરાયું, જાણો શું છે નવું નામ
