ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 20 જુલાઈ, 2021
મંગળવાર
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ આજે (મંગળવારે) 'અષાઢી એકાદશી' નિમિત્તે સોલાપુર જિલ્લાના પંઢરપુર શહેરમાં આવેલા એક મંદિરમાં ભગવાન વિઠ્ઠલ અને દેવી રુક્મિણીની મહાપૂજા કરી અને કોવિડ-19 સંકટને સમાપ્ત કરવા અને બધાના સારા સ્વાસ્થ્ય માટે ભગવાનને પ્રાર્થના કરી હતી. આ પ્રસંગે તેમના પુત્ર અને રાજ્યપ્રધાન આદિત્ય ઠાકરે પણ ઉપસ્થિત રહ્યા હતા.


લાંબા સમયથી ચાલતી પરંપરા મુજબ, મુખ્ય પ્રધાને તેમની પત્ની રશ્મિ ઠાકરે સાથે વહેલી સવારે 2.30 વાગ્યે પૂજા-અર્ચના કરી. `પંઢરપુર વારિ`, જ્યાં રાજ્યભરમાંથી ભક્તો શહેરમાં પગપાળા જતા હોય છે, પરંતુ આ બીજું વર્ષ છે કે આ પગપાળા યાત્રા રદ કરાઈ છે. સંત કવિ જ્ઞાનેશ્વર અને તુકારામ માટેની પાદુકાઓ સજાવેલી પાલખીમાં આણંદી અને દેહુથી ફૂલોથી સજ્જ બસમાં પંઢરપુર રવાના કરાઈ છે.

ઉલ્લેખનીય છે કે મુખ્ય પ્રધાન અને તેમનાં જીવનસાથી સાથે અષાઢી એકાદશીના મંદિરમાં વહેલી સવારે પ્રાર્થનામાં ભાગ લેવાની મહારાષ્ટ્રમાં લાંબા સમયથી ચાલતી પરંપરા છે. એકાદશીએ ભક્તો મંદિરમાં પગપાળા પહોંચવા માટે જે યાત્રા કરે છે એને વારી કહેવાય છે એ પૂર્ણ થવાનો દિવસ છે. જોકે મહામારીને કારણે સરકારે યાત્રાળુઓને માટે પગપાળા યાત્રા બંધ રાખી છે.

'અષાઢી એકાદશી' એ એક મહત્વપૂર્ણ હિન્દુ તહેવાર છે. વરકારી દંપતી કેશવ કોલ્ટે અને ઇન્દુબાઈ કોલ્ટેને ઠાકરે પરિવાર સાથે ધાર્મિક વિધિ કરવાની તક મળી હતી. દર વર્ષે મુખ્યમંત્રી સાથે સત્તાવાર પૂજા કરવા માટે વરકારી દંપતીની પસંદગી કરવામાં આવે છે.

