મહારાષ્ટ્ર સરકારે કોરોના વાયરસના વધી રહેલા સંક્રમણને લઈને મોટો નિર્ણય લીધો છે.
દિલ્હી-એનસીઆર, કેરલા, રાજસ્થાન, ગુજરાત ગોવા અને ઉત્તરાખંડ થી મહારાષ્ટ્ર આવતા લોકોએ કોરોનાનો નેગેટિવ રિપોર્ટ બતાવવો પડશે.
આ ઉપરાંત આ રાજ્યોમાંથી મહારાષ્ટ્રમાં આવેલા તમામ લોકોએ 15 દિવસ સુધી ફરજિયાત હોમ ક્વૉરન્ટીન રહેવું પડશે.
જોકે રિપોર્ટનું સેમ્પલ છેલ્લા 72 કલાક દરમિયાન લેવામાં આવ્યું હોવું જોઈએ.
કોરોના ને કારણે મહારાષ્ટ્રમાં દર ત્રણ મિનિટે એક વ્યક્તિનું મૃત્યુ થઇ રહ્યું છે. જાણો વિગત .