ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, 6 એપ્રિલ 2021
મંગળવાર
મહારાષ્ટ્રમાં કોરોના ની બીજી લહેર નાના બાળકોને પોતાનો શિકાર બનાવી રહી છે. મળતી માહિતી મુજબ રાજ્યમાં અત્યાર સુધી ૮૮,૮૨૭ બાળકો ને કોરોના થઈ ગયો છે. એકમાત્ર કોલ્હાપુર જિલ્લામાં જ બે હજાર બાળકો ને કોરોના થયો છે. સરકારી આંકડા મુજબ દસ વર્ષથી નાના બાળકો તેમજ કિશોર વયના બાળકોને બહુ ઝડપથી કોરોના થઈ રહ્યો છે. હવે નાના બાળકોને પણ જે ઝડપથી કોરોના થઈ રહ્યો છે તેને કારણે માતા-પિતાઓ માં ચિંતાનું વાતાવરણ છે.
બીજી તરફ કોરોના ની રસી માત્ર ૪૫ વર્ષથી ઉપરના લોકોને આપવામાં આવી રહી છે. જેને કારણે આગામી દિવસોમાં લોકો શી રીતે સુરક્ષિત થઈ શકશે તે સંદર્ભે અસમંજસ નું વાતાવરણ છે.
મુંબઈમાં સરકારે સ્ટેમ્પ ડ્યુટી વધારી તો સરકાર ની કમાણી જ બંધ થઈ ગઈ. કઈ રીતે? જાણો અહીં…