ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 24 ડિસેમ્બર 2021
શુક્રવાર.
કોરોના બાદ હવે તેના નવા વેરિયન્ટ ઓમાઈક્રોનના કારણે લોકો પહેલાથી ભયભીત છે, તેમાં સરકારી અધિકારીઓના ભ્રષ્ટ કારભારને કારણે સામાન્ય નાગરિકની વેઠવી પડતી હાલાકીની કોઈ સીમા નથી. મહારાષ્ટ્રના બીડ જિલ્લામાં પ્રશાસનના બેદરકારીભર્યા વલણનો કારભાર જોવા મળ્યા હતો. અહીં 216 જીવતા લોકોના નામ કોરોનાથી મૃત્યુ પામેલા લોકોની યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો હોવાની આઘાતજનક બાબત પ્રકાશમાં આવી છે.
કોરોનાના કારણે મૃત્યુ પામેલા લોકોના પરિવારને રાજ્ય સરકાર તરફથી 50,000 રૂપિયાની આર્થિક મદદ આપવામાં આવી રહી છે. સરકારી અધિકારીઓ હાલ મૃતકોના નામ ચકાસવાની પ્રક્રિયા કરી રહ્યા છે. ત્યારે બીડના અંબાજોગાઈ શહેરમાંથી 216 જેટલા જીવીત લોકોના નામ કોરોનાના કારણે મૃત્યુ પામેલા લોકોની યાદીમાં જોવા મળ્યા હતા, જેને કારણે સ્થાનિક નાગરિકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.
સરકારે મદદ જાહેર કરી હતી પરંતુ અનેક કોરોના પીડિતોના નામ સરકારી પોર્ટલ પર નોંધાયેલા નથી, તેમાં હવે જીવિત વ્યક્તિનું નામ સરકારના પોર્ટલ પર મદદ માટે નોંધાઈ જતાં આરોગ્ય વિભાગના આવા વિચિત્ર અને ભ્રષ્ટ કારભારનો ભાંડો ફૂટયો હતો.
મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષની ચૂંટણીની તારીખ જાહેર! આ તારીખે થશે ચૂંટણી; વિપક્ષે ઉઠાવ્યો વાંધો
સરકારે કોરોનાના કારણે મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને 50,000 રૂપિયાની ગ્રાન્ટ આપવાનો નિર્ણય કર્યો છે. આ માટે સરકારી સ્તરે વહીવટી સ્તરે દસ્તાવેજો એકત્ર કરવાની કામગીરી ચાલી રહી છે. રાજ્યમાં કુલ કોરોના અસર ગ્રસ્ત વ્યક્તિઓની માહિતી આરોગ્ય વિભાગ હેઠળના પોર્ટલ પર ઉપલબ્ધ છે. જો કે, આ પોર્ટલ પર મૃતકોની સંખ્યા કરતાં વધુ નામ મહેસૂલ વિભાગ પાસે નોંધાયા હતા, જેમાં અંબાજોગાઈ તહસીલદારને કોરોનાને કારણે મૃત્યુ પામેલા 532 વ્યક્તિઓના નામની યાદી મળી અને ત્યાર બાદ સ્ટાફે આ મૃતકોના ઘરે પૂછપરછ કરતા હકીકત પ્રકાશમાં આવી હતી.