વેક્સિન ન લેનાર લોકો ચેતી જજો! મહારાષ્ટ્રમાં કોરોનાને કારણે થયેલા મોતને લઈને થયો ચોંકાવનારો ખુલાસો. આટલા ટકા દર્દીઓએ રસી લીધી જ નહોતી 

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,18 જાન્યુઆરી 2022          

મંગળવાર.

દેશમાં કોરોનાના વધતા જતા કેસ અને તેના નવા વેરિઅન્ટ ઓમિક્રોનના ખતરા વચ્ચે મહારાષ્ટ્રમાંથી ચોંકાવનારી વિગત સામે આવી છે. મહારાષ્ટ્રમાં 1 ડિસેમ્બરથી અત્યાર સુધી કોરોનાથી થયેલા કુલ મોતમાં 68% એવા લોકો હતા જેમણે કોરોના રસીનો એક પણ ડોઝ લીધો નહોતો. આ તમામ આંકડા રાજ્ય સરકાર દ્વારા સંચાલિત  મેડિકલ કોલેજ અને સરકારી હોસ્પિટલના આંકડા છે.

1 ડિસેમ્બરથી 17 જાન્યુઆરી સુધી એમ લગભગ દોઢ મહિનામાં રાજ્યની સરકારી અને ખાનગી હોસ્પિટલમાં કોરોનાથી મૃત્યુ પામેલા લોકોની સંખ્યા 807 હતી. જેમાંથી 151 મોત સરકારી હોસ્પિટલોમાં થયા છે. અધિકારીઓએ જણાવ્યું કે આ 151 દર્દીઓમાંથી 102 એવા હતા કે જેમને રસીનો એક પણ ડોઝ મળ્યો ન હતો. બાકીના 49 લોકોને એક ડોઝ અથવા બંને ડોઝ મળ્યા હતા. આ આંકડા પર થી એક વાત સ્પષ્ટ થાય છે કે હવે વેક્સિન વગર રહેવું સુરક્ષિત નથી..

શું દેશમાં કોરોનાનું સંક્રમણ કાબુમાં આવી રહ્યું છે?, છેલ્લા બે દિવસથી ઘટી રહ્યાં છે કોરોનાના કેસ; જાણો આજનો આંકડો

સોમવારે મહારાષ્ટ્રમાં કોરોનાના 31,111 નવા કેસ નોંધાયા હતા. છેલ્લા 24 કલાકમાં, રાજ્યમાં 20.67 ટકાના સકારાત્મક દર સાથે 1,50,489 નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. સોમવારે રાજ્યમાં સક્રિય કેસની સંખ્યા 2,67,334 રહી. દરમિયાન, મુંબઈએ સોમવારે અત્યાર સુધીમાં 5,956 નવા કેસ સાથે 10 લાખ કેસના આંકને સ્પર્શ કર્યો છે. હાલમાં, મુંબઈમાં સક્રિય કેસોની સંખ્યા 50,757 છે.

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment