ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 5 ફેબ્રુઆરી 2022
શનિવાર.
મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં કોરોનાના અને ઓમીક્રોનના કેસમાં ધરખમ ઘટાડો છેલ્લા થોડા દિવસથી જોવા મળી રહ્યો છે ત્યારે માર્ચ સુધીમાં મહારાષ્ટ્રમાંથી કોરોનાની ત્રીજી લહેર ઓસરી જશે એવો દાવો આરોગ્ય પ્રધાન રાજેશ ટોપેએ દાવો કર્યો છે.
મુંબઈમાં કોરોનાની પ્રતિદિન સંખ્યા 500થી 800ની આસપાસ આવી ગઈ છે. તો રાજ્યમાં કેસ સતત ઓછા નોંધાઈ રહ્યો છે. છેલ્લા થોડા દિવસથી કેસમા ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. ત્યારે માર્ચના બીજા અઠવાડિયા સુધીમાં કોરોનાની ત્રીજી લહેર ઓસરી જશે એવું રાજેશ ટોપેએ પત્રકારો સાથેની વાતચીત દરમિયાન કહ્યું હતું.
મહારાષ્ટ્ર સ્ટેટ ટ્રાન્સપોર્ટની બસનો ભીષણ એક્સિડન્ટ, આટલા લોકોના નિપજ્યા મોત, છ જખમી; જાણો વિગત
રાજ્યમાં દૈનિક કેસની સંખ્યા 48,000ની આસપાસ હતી, તે હવે દૈનિક સ્તરે 10થી 15,000ની આસપાસ આવી છે. મુંબઈ, પુણે, થાણે, રાયગઢમાં કેસમાં ધરખમ ઘટાડો થયો છે. તેથી પ્રતિબંધો હળવા કરવાનો વિચાર છે, જે હેઠળ દર અઠવાડિયામાં તબક્કાવાર પ્રતિબંધ હળવા કરવામાં આવશે એવું પણ રાજેશ ટોપેએ કહ્યું હતું