Craftroot: કલા અને કારીગરીનું પ્રદર્શન સહ વેચાણમેળો

Craftroot: વડોદરાના ભાગીદારભાઈઓ ઋતુલ અને ઋષભ શાહની ઘર અને ગાર્ડનને સજાવતી ‘ચતુર ચિડિયા’. સિરામિક માટી, પથ્થર, લાકડું અને બ્રાસના ઉપયોગ વડે ૨૫ થી ૨૬ જાતના પક્ષીઓની આબેહૂબ પ્રતિકૃતિ બનાવી તૈયાર કરાય છે ‘ઈકો ફ્રેન્ડલી’ ગ્રુહ શુશોભનની વસ્તુઓ. લોકોને પ્રકૃતિ અને પક્ષીઓ સાથે જોડવા તેમજ બાળકોને તેનાથી અવગત કરાવવાના હેતુસર એક નવા કોન્સેપ્ટ સાથે શરૂ કર્યો વ્યવસાય: ઋષભ શાહ’. ૧૦ વર્ષ પહેલા રૂ.૪-૫ હજાર સાથે શરૂ કરાયેલા વ્યવસાયનું હવે વાર્ષિક ૯૦ લાખથી ૧ કરોડનું ટર્ન ઓવર.

News Continuous Bureau | Mumbai 

Craftroot: શહેરના સાયન્સ સેન્ટર ( Science Center ) , સિટીલાઈટ ( Citylight ) ખાતે આયોજિત ક્રાફ્ટરૂટ પ્રદર્શન ( Craftroot Exhibition ) મેળો  દેશભરના વિવિધ રાજયોમાંથી આવેલા હસ્તકલાના કારીગરો ( Craftsmen ) થકી ભારતના વૈવિધ્યસભર ‘કલા અને કૌશલ્ય’ના વારસાની ઝાંખી કરાવે છે. જેમાં ગુજરાતના ( Gujarat ) વડોદરા ( Vadodara ) શહેરથી આવેલા ભાઈઓ ઋષભ અને ઋતુલ શાહની ‘ચતુર ચિડિયા’ ( Chatur Chidiya ) તેના અનોખા નામની જેમ તદ્દન નવી પ્રોડક્ટ્સ સાથે પોતાની આગવી ઓળખ બનાવી શહેરીજનોને આકર્ષિત કરી રહી છે. 

Join Our WhatsApp Community
'Craftroot': Art and craft fair and exhibition

‘Craftroot’: Art and craft fair and exhibition

બે ભાઈઓની ભાગીદારી દ્વારા ૧૦ વર્ષ પહેલા શરૂ કરાયેલા વ્યવસાય ‘અનોખી ચિડિયા’ દ્વારા ઈકોફ્રેન્ડલી ગૃહ શુશોભનની વસ્તુઓ તૈયાર કરવામાં આવે છે. નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઈનિંગ(NID)-અમદાવાદમાંથી અનુસ્નાતક થયેલા ઋષભભાઈએ જણાવ્યુ કે, મારા ભણતર સમયે કોલેજના એક પ્રોજેકટના ભાગરૂપે આવેલા વિચાર થકી અમે આ વ્યવસાયની શરૂઆત કરી હતી. તેમણે કહ્યું કે, મને નાનપણથી જ પક્ષીઓ અને પ્રકૃતિની વચ્ચે રહેવાનો શોખ હતો. પક્ષીઓના કલરવ સાથે અમારા નાનપણની ઘણી યાદો જોડાયેલી છે. 

‘Craftroot’: Art and craft fair and exhibition

 

 તેમણે વધુમાં કહ્યું કે, વધતા શહેરીકરણને કારણે આજે કુદરત અને માનવી વચ્ચેનું અંતર વધવા લાગ્યું છે. લોકોને પ્રકૃતિ અને પક્ષીઓ સાથે જોડવા તેમજ ખાસ કરીને બાળકોને તેનાથી અવગત કરાવવાના હેતુસર અમે સિરામિક માટી, નાના મોટા પથ્થર, લાકડું અને બ્રાસ જેવી પર્યાવરણ અનુકૂળ સામગ્રીઓની મદદથી ઘર કે ગાર્ડનમાં શોભે તેવી પ્રોડક્ટ્સ બનાવવાની શરૂઆત કરી, જે માટે શરૂઆતમાં નળસરોવર જઈ ત્યાં ઘણાં દિવસો રોકાઈ વિવિધ પક્ષીઓનું અવલોકન કર્યું, તેમજ ત્યાંનાં સ્થાનિકો પાસેથી પક્ષીઓ વિષે વધુ માહિતી એકઠી કરી. અને એક નવી સ્કીલ વિકસાવી. 

‘Craftroot’: Art and craft fair and exhibition

આ સમાચાર પણ વાંચો : Vibrant Gujarat : તા.૭મીએ સુરતના સરસાણા ખાતે ‘વાયબ્રન્ટ ગુજરાત, વાયબ્રન્ટ સુરત’ એક્ઝિબીશન અને સમિટ યોજાશે

લોકોનો સારો પ્રતિસાદ મળતા અમે એક પછી એક ૨૫ થી ૨૬ પક્ષીઓના સ્ટેચ્યુ બનાવ્યા. જેમાં ફ્લેમિંગો, સારસ ક્રેઈન, સુગરી, દરજીડો, ચકલી, કલકલિયો, દેવચકલી, લક્કડખોદ, બી ઈટર અને હુપ્પુ જેવા સ્થાનિક પક્ષીઓની સાથે પેરેડાઈઝ ફ્લાયકેચર, ફાયર ટેઈલડ માઈઝોરનીસ, પેરાકીટ જેવા અનેક વિદેશી પક્ષીઓનો સમાવેશ થાય છે. તેમની પાસે રૂ. ૩૫૦ થી લઈ ૧૦ હજાર સુધીની હોમ અને ગાર્ડન ડેકોરની વસ્તુઓ ઉપલબ્ધ છે. 

‘Craftroot’: Art and craft fair and exhibition

 પર્યાવરણને ધ્યાને લેતા ચતુર ચીડિયાની વસ્તુઓની સાથે તેનું પેકેજિંગ પણ તદ્દન ઈકોફ્રેન્ડલી કરવામાં આવે છે. માત્ર રૂ.૪ થી ૫ હજારના રોકાણ સાથે શરૂ કરેલા વ્યવસાયમાં આજે તેમનું વાર્ષિક રૂ.૯૦ લાખથી ૧ કરોડનું ટર્ન ઓવર છે. ૨૨ લોકોની ટીમ સાથે સંપૂર્ણ હેન્ડમેડ ક્રાફ્ટ તૈયાર કરતા ભાઈઓ અને તેમની ચતુર ચિડિયા સ્વરોજગારી કરવા ઈચ્છતા અનેક નવયુવાનો માટે પ્રેરણારૂપ છે. 

‘Craftroot’: Art and craft fair and exhibition

Delhi Car Blast: દિલ્હી બ્લાસ્ટ ડૉ. શાહીનને બુરખાથી નફરત! યુરોપ-ઓસ્ટ્રેલિયા જવાની હતી, પૂર્વ પતિએ ખોલ્યા અંગત જીવનના રાજ
PM Modi: દિલ્હી બ્લાસ્ટના ઘાયલોને LNJP હોસ્પિટલમાં મળ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદી
Delhi Blast: ૩૦૦ કિલો એમોનિયમ નાઇટ્રેટ ક્યાં છુપાયેલો છે? વિસ્ફોટક બાંગ્લાદેશ-નેપાળના રસ્તે ભારત આવ્યો!
Ayodhya blast: આતંકવાદીઓનો ખતરનાક પ્લાન: અયોધ્યામાં વિસ્ફોટ કરવા ‘સ્લીપર મોડ્યુલ’ એક્ટિવેટ કર્યું હતું! વારાણસી પણ નિશાના પર હતું
Exit mobile version