Cricket Tournament: આદિવાસી સમાજ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન, ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ કરાવ્યો શુભારંભ…

Cricket Tournament: સમસ્ત આદિવાસી સમાજ ની ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઇ:ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ  ક્રિકેટ ટુર્નામેન્ટનો શુભારંભ કરાવ્યો

Harsh Sanghvi Cricket tournament organized by tribal community, Minister of State for Home Affairs Harsh Sanghvi inaugurated the cricket tournament

News Continuous Bureau | Mumbai
Cricket Tournament: સમસ્ત આદિવાસી સમાજ સુરત શહેર દ્વારા નેશનલ ક્રિકેટ ગ્રાઉન્ડ મગદલ્લા ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટ યોજવામાં આવી હતી. રાજયના ગુહ રાજયમંત્રી હર્ષ સંઘવીએ  માથે ફાડિયું બાંધી પ્રકૃતિ પૂજા કરી ટુર્નામેન્ટનો શુભારંભ કરાવ્યો હતો. ગૃહરાજયમંત્રીએ સમાજના નવયુવાનોને સંગઠિત થઇ સમાજ ઉત્થાનનું કામ કરવા તેમજ સંગઠિત સમાજ સામે આવતા પડકારો સામે ઝીંક ઝીલી સમાજના પ્રશ્નોનું સમાધાન કરવા પ્રોત્સાહિત કર્યા હતા.

Harsh Sanghvi Cricket tournament organized by tribal community, Minister of State for Home Affairs Harsh Sanghvi inaugurated the cricket tournament

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, સફેદ પઘડી સમાજનું અને રાજ્યનું સન્માન છે. એમ કહી તેમણે આદિવાસી પાઘડીને નમન કર્યું હતું. શહેરમાં ભેગા મળી સમાજને સ્પર્શતી નાની – નાની બાબતો પર ચર્ચા થાય એ જરૂરી છે એમ કરી તેમણે સમાજના પશ્નોનોના નિરાકરણ માટે જરૂરી મદદરૈપ થવા તત્પરતા દાખવી હતી.

Join Our WhatsApp Community
Cricket Tournament: સમસ્ત આદિવાસી સમાજ દ્વારા યોજાયેલી આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં સુરત વસતા આદિવાસી સમુદાયની બાર ટીમોએ ભાગ લીધો હતો. આ ટુર્નામેન્ટ સમાજ ભવનના  નિર્માણના શુભ આશયથી યોજવામાં આવી છે.

આ સમાચાર પણ વાંચો:  Road Safety Awareness: મેહસાણા ખાતે GPERI દ્વારા રોડ સેફટી અવેરનેસ સેમિનારનું આયોજન, એન્જિનિયરિંગ વિદ્યાર્થીઓને માર્ગ સલામતી અને ટ્રાફિક નિયમો કરાયા જાગૃત

Cricket Tournament: આ પ્રસંગે કોકણી સમાજના પ્રમુખ એમ બી માહલા, ગામિત સમાજના  બાબુભાઇ ગામિત, વસાવા સમાજના પ્રમુખ ચીમનભાઈ વસાવા, નાયકા સમાજના પ્રમુખ શ્રી રમણભાઈ નાયકા, મીણા સમાજના પ્રમુખ શ્રી રાકેશભાઈ મીણા, ભીલ સમાજના પ્રમુખ હિતેશભાઈ મુડવાલા, સંપસભાના પ્રમુખશ્રી મનાતભાઈ ભમાત, રેલ્વે પટ્ટી કુકણા સમાજના પ્રમુખ ભૂપેન્દ્રભાઈ પવાર સહિત સમાજના વડીલો ઉપસ્થિત રહી સમાજના નવયુવાનોને પ્રોત્સાહિત કરવામા આવ્યા હતા. સમાજના અધ્યક્ષ કાંતિભાઈ કુનબી એ સમસ્ત આદિવાસી સમાજ સુરત શહેરનો આભાર વ્યક્ત કર્યો હતો. 
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed
Pressure: મોનસૂનની તીવ્રતા : ગુજરાતમાં પૂર સંકટ, જળાશયો પર દબાણ, માછીમારો નું દરિયે જવાનું પરિશોધન
Ajit Pawar: અજિત પવાર નો મહિલા પોલીસ અધિકારીને ફોન પર ઠપકો આપતા નો વીડિયો થયો વાયરલ, NCPના નેતાઓએ આ રીતે કર્યો દાદા નો બચાવ
Security: સુરક્ષા માટે દક્ષિણ મુંબઈના હાઇ-સિક્યોરિટી ઝોનમાં વિરોધ પર નિયંત્રણની માંગ, Milind Deora દ્વારા CM ને પત્ર
Maratha Reservation: જરાંગેના આંદોલન થી ઓબીસી સમાજ અને મરાઠા નથી સંતુષ્ટ! જાણો શું થશે ભાજપ પર તેની અસર
Exit mobile version