ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
27 જુન 2020
મુંબઈમાં ગુનાખોરીનું પ્રમાણ ભારે નીચે આવી ગયું છે. પાછલા વર્ષોની તુલનામાં એપ્રિલ અને મે મહિનામાં ગુનાના કેસોમાં ઘણો મોટો ઘટાડો થયો છે. આશ્ચર્યની વાત એ છે કે શહેરમાં છેલ્લા બે મહિનામાં- 60 દિવસમાં ચેન સ્નેચિંગના માત્ર બે કેસ નોંધાયા હતા. જ્યારે ચેન સ્નેચિંગ, ચોરી, મકાન તોડવા, બળાત્કાર અને છેડતીના બહુ જૂજ કિસ્સા છે. જોકે, વાહન ચોરીના બનાવો બન્યા છે.
લોકડાઉન દરમિયાન સ્ટ્રીટ ક્રાઈમના બનાવોમાં ખૂબ ઘટાડો થયો છે. તેની પાછળનું કારણ એ છે કે લોકો તેમના ઘરમાં જ હતા અને રસ્તા પર પોલીસની ભારે હાજરી હતી. લોકડાઉન સમયગાળા દરમિયાન શહેરભરમાં 199 જેટલી ચોકીઓ હતી.. આ વર્ષે એપ્રિલમાં 5,703 કેસ નોંધાયા હતા, જેમાંથી 5,278 કેસ લોકડાઉન ભંગના છે. જ્યારે મે મહિનામાં 2,532 કેસ નોંધાયા હતા, જેમાંથી 1,877 કેસ લોકડાઉન ભંગના છે. પહેલાનાં વર્ષોની તુલનામાં આ કેસ નજીવા છે. એમ મુંબઈ પોલિસના પ્રવક્તાએ જણાવ્યું હતું..
જો કે, મુંબઇ પોલીસનું માનવું છે કે, નોકરી ગુમાવવા અને લોકડાઉન ખોલવા જેવા અનેક કારણોને લીધે આવતા મહિનાઓમાં ગુનામાં વધારો થઈ શકે છે…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com