News Continuous Bureau | Mumbai
મહારાષ્ટ્રમાં(Maharashtra) પોલીસ સુરક્ષા(Police protection) દેશમાં સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. બે વર્ષથી ગુનેગારો(Criminals) ખુલ્લેઆમ રખડી રહ્યા છે. તેથી રાજ્યમાં ચિંતાનો માહોલ છવાયો છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે જેલના આંકડા દર્શાવે છે કે 6,426 ગુનેગારો સોસાયટીમાં મુક્તપણે ફરી રહ્યા છે.
કોરોનાના સમયગાળા(Covid19 period) દરમિયાન જેલમાં પણ કોરોનાનું સંક્રમણ પહોંચ્યું હતું, આ સ્થિતિને કાબૂમાં લેવા માટે જેલ પ્રશાસને(Jail Administration) ગુનેગારોના વર્તનને ધ્યાનમાં રાખીને ગુનેગારોને વચગાળાના જામીન આપ્યા હતા. રાજ્યની 46 જેલમાં બંધ કુલ કેદીઓમાંથી 6,563 ગુનેગારોને એક્યુમિલેટેડ લીવ(Accumulated leave) આપવામાં આવી હતી.
મહારાષ્ટ્ર સરકારે(Maharashtra Government) 1 મે 2022ના રોજ ઓબ્જેક્શન સેટલમેન્ટ એક્ટ(Objection Settlement Act) 2005 હેઠળના તમામ કોવિડ-19 પ્રતિબંધો પાછા ખેંચી લીધા હતા. ત્યારબાદ, સંચિત રજા અથવા વચગાળાના જામીન પર ગયેલા 6,563 કેદીઓને જેલમાં પાછા ફરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. પરંતુ, તેમાંથી માત્ર 99 જ્યુડીશીયલ કેદીઓ(Judicial prisoners) પરત ફર્યા છે, જ્યારે 39 કેદીઓને નિયમિત જામીન આપવામાં આવ્યા છે. જે મુજબ 6426 કેદીઓ જેલમાં પરત ફર્યા નથી.
આ સમાચાર પણ વાંચો : મહારાષ્ટ્રમાં રાજકીય હલચલ તેજ- એનસીપી સુપ્રીમો શરદ પવારનો મોટો નિર્ણય- પાર્ટીના આ વિભાગને છોડીને તમામ યુનિટોનું કર્યું વિસર્જન
જેલ પ્રશાસનના સૂત્રોએ જણાવ્યું હતું કે જે કેદીઓ જેલમાં બંધ હતા, તેમાં ગંભીર ગુનાઓમાં(serious crimes) સંડોવાયેલા ગુનાહિત પ્રકૃતિના લોકોનો પણ સમાવેશ થાય છે. જોકે, અધિકારીઓએ એવી પણ આશંકા વ્યક્ત કરી છે કે આમાંના ઘણા લોકો કોર્ટની સુનાવણી માટે જતા હોઈ શકે છે અથવા નિયમિત જામીન અરજી પરના આદેશોની રાહ જોતા પણ પાછા નહીં આવે.