Site icon

માત્ર વડોદરા નહીં હવે ગુજરાતના અંતરીયાળ વિસ્તારમાંય મગર પહોંચવા માંડ્યા-માતરના ગરમાળા ગામેથી ડાંગરના ખેતરમાંથી સાડા આઠ ફૂટના મગરનુ રેસ્કયુ-જાણો વિગતે

Missing Australian fisherman's body found in crocodile

માછીમારી કરવા ગયેલો વ્યક્તિ થયો ગુમ, આખરે ત્રણ દિવસ બાદ મગરના પેટમાંથી મળ્યો તેનો મૃતદેહ..

News Continuous Bureau | Mumbai

ગઈકાલ સુધી અખબારોમાં વડોદરામાં(Vadodara) મગર પકડાયાના(Crocodile caught) સમાચાર છપાઈ રહ્યાં હતા. હવે ખેડા જીલ્લાના માતરના ગરમાળા ગામેથી ડાંગરના ખેતરમાંથી(paddy field) સાડા આઠ ફૂટના મગરનુ રેસ્કયુ (Crocodile Rescue) કરાયું છે. માતર તાલુકાના(Matar taluka) ગરમાળા ગામની(Garmala village) સીમમાં આવેલ એક ડાંગરના ખેતરમાં મંગળવારની બપોરે મહાકાય મગરે દેખા દીધી હતી. જેના કારણે સ્થાનિક ગ્રામજનોમાં (local villagers) ભયનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ ગામના સરપંચને (village sarpanch) થતા સરપંચે તુરંત સ્થાનિક વન વિભાગનો(Local Forest Department) સંપર્ક કર્યો હતો. ફરીયાદના પગલે વન વિભાગના ઇન્ચાર્જ અધિકારી પોતાના સ્ટાફ સાથે અહીં પહોંચી ગયા હતા. ઘણા કલાકોની જહેમત પછી આ મગરનું રસક્યુ ઓપરેશન પાર પડ્યું હતું. આ દરમ્યાન ઘટનાસ્થળ પર મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ ગયા હતા. મહાકાય મગરને જોતા અનેકના પરસેવા છુટી ગયા હતા. તળાવમા જોવા મળતા મગર ક્યારેય રહેણાંક વિસ્તારમાં ઘૂસી જતાં ભયનો માહોલ ઊભો થાય છે તેવું દ્રષ્ય સર્જાયું હતું. બાદમાં વન વિભાગે મગરને પરિએજ ખાતેના તળાવમા સહી સલામત રીતે મુક્ત કર્યો હતો. આ બનાવ થઈ ગયા પછી પ્રશાસને ખેડૂતોને સાવધાન અને સતર્ક રહેવાની અપીલ કરી છે

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : આખરે નડિયાદ શહેરને નવું સ્વરૂપ મળશે તંત્રએ કર્યું આ મોટું કામ રીયલ એસ્ટેટમાં ઉછાળ આવશે

Garvi Gurjari: ગરવી ગુર્જરી દ્વારા છેલ્લા ૦૭ મહિનામાં રાજ્ય-રાજ્ય બહાર રૂા.૧૭ કરોડથી વધારે કિંમતની સ્વદેશી હાથશાળ-હસ્તકલાની ચીજ વસ્તુઓનું વેચાણ
Delhi Blast: દિલ્હી બ્લાસ્ટ કેસમાં મોટું એક્શન, ૪ આતંકવાદી ડોક્ટરોના લાઇસન્સ રદ્દ, કરકિર્દીનો આવ્યો અંત.
Bihar Election Results 2025: બિહાર CM કોણ બનશે? JDU નેતા શ્યામ રજકે ચૂંટણી પરિણામો પહેલા જ કરી દીધો સૌથી મોટો દાવો, રાજકારણમાં ગરમાવો!
Gujarat ATS: ગુજરાત એટીએસની મોટી કાર્યવાહી! પાકિસ્તાન સાથે સંબંધ ધરાવતા આતંકવાદી શંકાસ્પદની ધરપકડ
Exit mobile version