ન્યૂઝ કન્ટીન્યૂઝ બ્યુરો .
મુંબઈ .3 એપ્રિલ 2021 .
શનિવાર .
પશ્ચિમ બંગાળમાં ચાલી રહેલા ત્રીજા તબક્કાના મતદાન પહેલા પોલીસને 41 ક્રુડ બોમ્બ મળી આવ્યા હતા. આ બોમ્બ દક્ષિણ 24 પરગણાના બરૂઈપુર વિસ્તારમાંથી મળી આવ્યા હતા.તે જ વિસ્તારમાં શુક્રવારે ગૃહ મંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જીએ રોડ શો કર્યો હતો.

શુક્રવારે પોલીસને બરુઈપુર વિસ્તારમાં બોમ્બ હોવાની જાણકારી મળી હતી અને સર્ચ ઓપરેશન દરમિયાન બોમ્બનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. બરુઈપુર ભંગોર વિધાનસભા વિસ્તારમાં આવેલું છે અને તે પહેલેથી જ સંવેદનશીલ વિસ્તાર છે. પોલીસને ઝાડીઓમાંથી આ બોમ્બ મળી આવ્યા હતા અને તે અંગે કેસ નોંધીને તપાસ શરૂ કરી દેવામાં આવી છે. જોકે આ કેસમાં હજુ સુધી કોઈની ધરપકડ કરાઈ નથી.
ઉલ્લેખનીય છે કે ,પશ્ચિમ બંગાળમાં અત્યાર સુધીમાં અનેક વખત ચૂંટણી દરમિયાન બોમ્બ મળી આવ્યા હતા.બંગાળમાં પહેલા તબક્કાના મતદાન વખતે પણ પોલીસને નરેન્દ્રપુર વિસ્તારમાં આવેલા એક ઘરમાંથી 56 બોમ્બ મળ્યા હતા.