શુક્રવારે એટલે કે ૨૬મી માર્ચ ના દિવસે મહારાષ્ટ્ર સરકારે મુંબઈ સહિત આખા મહારાષ્ટ્રમાં રાત્રી કર્ફ્યુ લાદ્યો હતો. પરંતુ આ સંદર્ભે વિશેષ જાહેરાત કરી નહોતી. હવે સરકારે guideline બહાર પાડી છે જે નીચે મુજબ છે.
૧. રાત્રે આઠથી સવારે સાત વાગ્યા સુધી સંચારબંધી લાગુ રહેશે. જે દરમિયાન પાંચથી વધુ લોકોના એકઠા થવા પર પ્રતિબંધ છે. આ પ્રતિબંધ તોડનારને એક હજાર રૂપિયાનો દંડ કરવામાં આવશે
૨. તમામ સાર્વજનિક સ્થળો રાત્રે આઠથી સવારે ૭ દરમિયાન બંધ રહેશે.
૩. જે વ્યક્તિએ માસ નહીં પહેર્યું હોય તેને ૫૦૦ રૂપિયાનો દંડ થશે જ્યારે કે જે વ્યક્તિ સાર્વજનિક જગ્યા પર થુંકશે તેને હજાર રૂપિયાનો દંડ થશે.
૪. સિનેમાઘરો, મોલ ઓડિટોરિયમ અને રેસ્ટોરન્ટ રાત્રે આઠથી સવારે ૭ દરમિયાન બંધ રહેશે.
૫. ૫૦ થી વધુ લોકોને ભેગા થવા પર પ્રતિબંધ.
૬. કોઈપણ સાર્વજનિક કાર્યક્રમને મંજૂરી નહીં
૭. અંતિમ સંસ્કારમાં 20થી વધુ લોકો નહીં.
૮. પ્રશાસનિક અધિકારી ઓને lockdown ના અધિકાર આપી દીધા.