Site icon

વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ભેટમાં અપાયેલી પાઘડીને લઈને સર્જાયો વિવાદ-જાણો શું છે સમગ્ર મામલો

News Continuous Bureau | Mumbai

વડા પ્રધાન નરેન્દ્ર મોદી(Prime Minister Narendra Modi) મંગળવારે મુંબઈ સહિત મહારાષ્ટ્રની(Maharashtra) મુલાકાતે હતા. પૂણેની મુલાકાત(Pune visit) દરમિયાન તેમને આપવામાં આવેલી પાઘડીને(Turban) લઈ અગાઉ વિવાદ સર્જાયો હતો. જોકે બાદમાં પાઘડીમાં ફેરફાર કરવામાં આવતા વિવાદ શાંત પડી ગયો હતો.

Join Our WhatsApp Community

મંગળવારે મોદી પુણેમાં સંત તુકારામ મહારાજના(Sant Tukaram Maharaj) મંદિરના ઉદઘાટન સમારોહમાં(Opening Ceremony) હાજર રહ્યા છે. આ પ્રસંગે  તેમને એક પાઘડી ભેટમાં આપવામાં આવી હતી. પહેલા આ પાઘડીને લઈને વિવાદ સર્જાયો હતો.  ભેટમાં આપવામાં આવનારી પાઘડીને ખાસ ડિઝાઈન(Turban designs) કરવામાં આવી હતી અને તેના પર અભંગ( ભક્તિ કવિતાનો એક પ્રકાર છે)ની કેટલીક લાઈનો લખાયેલી હતી. જેની સામે દેહૂ સંસ્થાને વિરોધ કર્યો હતો. એ પછી જોકે આ લાઈનો બદલવામાં આવી હતી.

આ સમાચાર પણ વાંચો : મમતા દીદીને મોટો ઝટકો- આ બે પાર્ટીએ વિપક્ષી દળોની આજની બેઠકમાં ભાગ લેવાની સ્પષ્ટ ના પાડી દીધી-જાણો કઈ છે તે પાર્ટી 

જાણીતા પાઘડી ડિઝાઈનર(Turban designer) મુરુદકર ઝેંડેવાલેએ(Murudkar Zendewale) પાઘડી ડિઝાઇન કરી હતી અને તેનો ઓર્ડર દેહૂ મંદિરના(Dehu temple) ટ્રસ્ટીએ આપ્યો હતો. આ પાઘડી પર પહેલા લખવામાં આવ્યુ હતુ કે, .ભલે તરી દેઉ કાસેચી લંગોટી, નાઠાલાચે માથી હાણૂ કાઠી.આ પંકતિઓ સંત તુકારામની છે. જેનો અર્થ થાય છે કે, જેનો વ્યવહાર સારો છે તેની સાથે સારૂ થશે અને જે ખરાબ વર્તન કરે છે તેને એવો જ જવાબ મળશે.

આ લાઈનો સામે વાંધો ઉઠાવાયા બાદ જોકે આ લાઈન બદલાવી નાંખવામાં આવી હતી. મોદીને આપવામાં આવેલી  પાઘડી પર હવે લખવામાં આવ્યું છે કે, વિષ્ણુમય જગ વૈષ્ણવાંચા ધર્મ. ભેદાભેદ ભ્રમ અમંગલ..
 

Bhuj railway station redevelopment: નવા ભુજ રેલવે સ્ટેશનના અપગ્રેડેશનનું કાર્ય ઝડપથી ચાલી રહ્યું છે*
Vande Mataram: CM યોગીનો મોટો નિર્ણય: યુપીની તમામ સરકારી શાળાઓમાં હવે ‘વંદે માતરમ’ ગાવું ફરજિયાત!
Ajit Pawar: અજિત પવારના પુત્રના જમીન વિવાદ પર એકનાથ શિંદેનું મોટું નિવેદન, ‘જે પણ પડકારો આવશે, અમે…’
New Criminal Laws: નવા ફોજદારી કાયદાઓના અમલવારીમાં મહારાષ્ટ્ર અગ્રેસર
Exit mobile version